Friday, October 31st, 2014

 

Gopashtami (Gaay-Gohri) Celebration at Desaiwad

પ્રિય દાહોદીયનો, દિવાળી બાદ આજરોજ ગોપષ્ટમીના અવસરે દાહોદ ખાતે પરંપરા અનુસાર દેસાઈવાડ ખાતે ગાયગોહરી પડતા જબરજસ્ત માનવમેદની ઉમટી રહી હતી. રંગ અને મોરપિચ્છ વડે સજાવટ પામેલ ગાયને ઘઉંમાંથી બનતી વાની ઘૂઘરી અને ગોળ ખવરાવ્યા બાદ તેનું પૂજન કરવામાં આવે છે. બાદમાં દેસાઇવાડ વૈષ્ણવ હવેલી નજીક ગોપાલકો સાષ્ટાંગ સુઈ જાય છે અને તેના ઉપરથી ગાયોનું ધણ સડસડાટ પસાર થાય તે દ્રશ્ય જ રોમાંચક હોય છે. વ્રજ, દાહોદ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોને બાદ કરતા આ ગાય ગોહરીનું પર્વ અન્યત્ર ઉજવાતું નથી. અત્રે દેસાઇવાડ ખાતે આજે તા:31-10-’14 ને ગોપષ્ટમીની સાંજે ગાય ગોહરીRead More


JalaRam JanmJayanti Celebration at Dahod

દાહોદ ખાતે ગઈકાલે તા:30-10-2014 ના રોજ જલારામબાપાની જન્મજયંતિ અત્યંત શ્રદ્ધાપૂર્ણ રીતે ધામધુમથી ઉજવાઈ હતી. જે અંતર્ગત સવારે શોભાયાત્રા, શહેરના મંડાવાવ રોડ સ્થિત શ્રી જલારામ મંદિરે બપોરે દર્શન, સાંજે મહાપ્રસાદ (ભંડારો) અને રાત્રે ડાયરો જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ  પ્રસંગોની તસ્વીરો શ્રી મનિષ જૈનના સૌજન્યથી પ્રાપ્ત થઇ છે. આવો, તેને અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com