2 બાઇક પર હેરાફેરી કરાતા દારૂ સાથે 1 ઝડપાયો, 1 ફરાર

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ભે પાટીયા-મ.પ્ર.ના યુવક સામે કાર્યવાહી

ધાનપુર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બે મોટર સાયકલ ઉપર બે ઇસમો દારૂની પેટીઓ લઇને નવાનગર ગામ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા નવાનગર ગામે વોચમાં ઉભા હતા. તે દરમિયાન ઇસમ બાઇક પર લગડુ બનાવી કંઇ લઇને આવતો જણાતા તેને ઉભી રાખવતા તે બાઇક ઉભી રાખીને ભાગવા જતાં પોલીસે તેનો પીછો કરી ભે પાટીયાના દીનેશ ભુરીયાને પકડ્યો હતો.

જ્યારે તેની પાછળ અન્ય બાઇક પર આવતો મ.પ્ર.ના રીંગોલના કમલેશ નળવાયા પોલીસને જોઇ બાઇક પાછી વાળી ભાગતા પોલીસે પીછો કર્યો હતો પરંતુ હાથ લાગ્યો ન હતો. પોલીસે તલાસી લેતા તેમાંથી દારૂ બિયરની બોટલો મળી આવી હતી. પ્રોહી મુદ્દામાલ તથા 40,000ની કિંમતની બે બાઇક મળી કુલ 104560 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ઝડપાયેલા તથા ભાગી ગયેલા વિરૂદ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

0






Related News

Comments are Closed

%d bloggers like this: