1st InterNational Yoga Day’s Celebration at Dahod (Part-1)

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં તા.૨૧ મી જુનને “વિશ્વ યોગ દિવસ”  તરીકે ઉજવણી  કરવાના ભાગરૂપે દાહોદ જિલ્લામાં “વિશ્વ યોગ દિવસ”  ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વહેલી સવારથી જ વિદ્યાર્થી-બાળકો સહિત નાગરિકો ઉત્સાહભેર જોડાઈ ગયા હતા. દાહોદ જિલ્લા મથકે પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન પર્યાવરણ અને મત્યોદ્યોગ રાજ્ય મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તથા સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે ઉપસ્થિત રહીને યોગનો શુભારંભ કરાવી યોગને રોજિંદી ક્રિયાનો એક ભાગ બનાવી જીવન સાથે વણી લેવા જણાયું હતુ.  
             અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદમાં આ ઉજવણી માટે ૯ મેદાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાના પરિણામ સ્વરૂપે સમગ્ર દાહોદ જિલ્લામાં સવા ત્રણ લાખથી વધુ સંખ્યામાં વિદ્યાર્થી-બાળકો સહિત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગનું નિદર્શન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્રહમાકુમારીઝ, વિશ્વ વિદ્યાલય, સ્વાધ્યાય પરિવાર, પતંજલિ સંસ્થા, આર્ટ ઓફ લીવીંગ સહિત જુદી જુદી સ્વૈચ્છિક સંસ્થાઓના સંપૂર્ણ સહયોગથી “ વિશ્વ યોગ દિવસ”  ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
              આ પ્રસંગે કલેક્ટરશ્રી સતીષ પટેલ,પોલિસ વડાશ્રી મયંકસિંહ ચાવડા, નાયબ નિવાસી કલેક્ટરશ્રી કે.જે.બોર્ડર, શિક્ષણાધિકારી ડો.એસ.પી ચૌધરી, પ્રા.શિક્ષણાધિકારીશ્રી વણકર, નગર પાલિકા પ્રમુખશ્રી રાજેશ સેહતાઈ,  જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સુધીર લાલપુરવાલા, નગરના અગ્રણીઓ અને નાગરિકો સહિત તમામ ઉચ્ચ અધિકારી/પદાધિકારીઓએ  યોગાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શ્રી મનિષ જૈન તથા સચિન દેસાઈએ લીધેલી તસ્વીરો અત્રે માણીએ. (Part:1)                            (સમાચાર સૌજન્ય: દાહોદ જીલ્લા માહિતિ વિભાગ)Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com 






Related News

Comments are Closed

%d bloggers like this: