11 મહિના બાદ રેલવે સ્ટેશન ધમધમી ઉઠશે: દાહોદથી મેમૂ ટ્રેનમાં હવે સામાન્ય ટિકિટ સાથે મુસાફરી કરી શકાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- દાહોદ-ભોપાલમાં રિઝર્વેશન ચાલુ : રિઝર્વેશનના રૂા.15 ચૂકવવા નહીં પડે
દાહોદ શહેરની લાઇફ લાઇન ગણાતી મેમૂ ટ્રેન ફરીથી લોકલ કરી દેવામાં આવી છે. એટલે કે હવે તેમાં મુસાફરી માટે એક દિવસ પહેલાં રિઝર્વેશન કરાવુ નહીં પડે. ભૂતકાળ જેમ જ સામાન્ય ટિકીટ ખરીદીને તેમાં મુસાફરી હવે શક્ય બની છે. રેલવેએ દાહોદથી ઉજ્જૈન અને ઉજ્જૈનથી દાહોદ વચ્ચે દોડતી આ ટ્રેનને 22 માર્ચ 2020ના રોજ બંધ કરી દીધી હતી. 11 માસ બાદ 27 ફેબ્રુઆરીએ મેમૂને એક્સપ્રેસ બનાવી ફરી પાટે ચઢાવાઇ હતી. ત્રણ જુદા-જુદા નંબરો સાથે શરૂ કરાયેલી આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રિઝર્વેશન અનિવાર્ય હતું. તેના કારણે નાના અંતરની મુસાફરી કરનારા લોકો તેનો લાભ લઇ શકતા ન હતાં. ઘણા નાના સ્ટેશનોએ રિઝર્વેશનની સુવિધા જ નથી અને ત્રણ રિઝર્વેશન ફોર્મ ભરવા અને સીટ નંબર બદલવાની પરેશાનીથી પણ લોકો બચવા માંગતા હતાં.
સામાન્ય લોકોનો આ ટ્રેનની મુસાફરીમાં કોઇ રસ લેતા ન હતાં. સમસ્યાઓ જોતા રેલવેએ હવે મેમૂ ટ્રેનને સામાન્ય ટિકીટ સાથે દોડવવાનો નિર્ણય લીધો છે. 4 માર્ચથી તેની માટે લોકલ ટિકીટ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પહેલાં ભાડા સાથે પ્રતિ ફોર્મ 15 રૂપિયા રિઝર્વેશન ચાર્જ પણ આપવો પડતો હતો, જે હવે સામાન્ય ટિકીટમાં નહીં લાગે. તેમાં મુસાફરોને ભાડામાં પણ રાહત મળશે. દાહોદથી ભોપાલ જતી ડેમૂ ટ્રેનમાં રિઝર્વેશન ચાલુ જ રાખવામાં આવ્યુ છે.
મેમૂ ટ્રેન શરૂ થતાં પાસ હોલ્ડરોમાં ખુશી
દેશમાં કોરોના મહામારી ફેલાતા તમામ ટ્રેન સેવા સ્થગિત કરી હતી, કોરોના કેસ ધટતાં ધીરે ધીરે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરી હતી. ત્યારે રેલ્વે વિભાગના મધ્ય પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા અને દાહોદ વચ્ચે વાયા ગોધરા ચાલતી મેમુ ટ્રેન સેવા પુનઃ શરૂ કરવામાં આવી છે, વડોદરા અને દાહોદ વચ્ચે ચાલતી મેમુ ટ્રેન સેવા મધ્ય ગુજરાતની રેલવે સેવાની કરોડ રજ્જુ સમાન છે, મોટા ભાગના સિઝનલ પાસ હોલ્ડર તેમજ વિધાર્થીઓ અને નોકરીયાતવર્ગ દ્વારા અપડાઉન માટે મેમુ ટ્રેનનો ઉપયોગ કરવામાં આવે છે, રેલવે દ્વારા જનરલ અનારક્ષિત ટીકીટ સાથે મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં ગોધરાથી વડોદરા વચ્ચે રાબેતા મુજબનું ૨૦ રૂપિયા ભાડું જ રાખવામાં આવ્યું છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed