દરકાર: સીએમ ડૅશબોર્ડના માધ્યમથી દાહોદની શ્રમિક મહિલાની વિનામૂલ્યે સોનોગ્રાફી કરવામાં આવી

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

શીલાબેન નિનામા

  • સામાજિક પ્રવાસ દરમિયાન મહિલાને દુઃખાવો ઉપડતાં સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી

દાહોદમાં શ્રમિક મહિલાને સરકારી મદદ મળતાં સોનોગ્રાફીનો રીપોર્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો. છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી મહિલાને ખાનગી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવી પોસાય તેમ નહોતી. તેઓ દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે પહોંચ્યા હતાં પણ ત્યાં બે દિવસે તેમનો નંબર આવે તેમ હતો. જેથી સીએમ ડૅશબોર્ડના ધ્યાને આ બાબત આવતાં તુરંત હોસ્પિટલમાં આ મહિલાની સોનોગ્રાફી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એંતે તેમની સોનોગ્રાફી વિનામૂલ્યે કરવામાં આવી હતી.

મહિલાને પ્રવાસ દરમિયાન દુઃખાવો ઉપડ્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રી રૂપાણીના નિવાસ સ્થાનેથી સીએમ ડૅશબોર્ડ કાર્યરત છે. જેની મદદથી જરૂરતમંદ લોકોની મદદ થઈ રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના ખરોદા ગામમાં રહેતા શીલાબેન નિનામા છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સગર્ભા મહિલાને સાતમો માસ જાય છે. થોડા દિવસ પહેલાં તેઓ પોતાના પતિ સાથે મુસાફરી કરતાં હતાં. ત્યારે તેમને અચાનક દુઃખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવા પડ્યાં હતાં. ડૉક્ટરે તેમની પરિસ્થિતિને ધ્ચાનમા રાખીને સારવાર કરી અને દવાઓ પણ પુરી પાડી. પરંતુ સગર્ભાવસ્થા હોવાથી વધુ સારવારની તપાસ અર્થે સોનોગ્રાફી રીપોર્ટ કરાવવાની સલાહ આપી.

હોસ્પિટલમાં બે દિવસે નંબર આવે એમ હતો
શ્રમિક પરિવાર હોવાથી રોજનું કમાઇ રોજનું જમવાનું એવી સ્થિતિ હતી. ત્યારે આ સોનોગ્રાફી કરાવવી તેમના માટે ખૂબજ અઘરુ કામ હતું. ખાનગી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવી તેમને પોસાય એમ નહોતી. એટલે તેઓ દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે પહોંચ્યા હતાં. પરંતુ ત્યાં અન્ય દર્દીઓનું વેઈટિંગ હોવાથી બે દિવસે નંબર આવે એમ હતો. હવે તેમના માટે ખૂબજ ચિંતાજનક સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

મહિલાની દરકાર લેવાઈ
આ બાબત જ્યારે સીએમ ડૅશબોર્ડના ધ્યાને આવતાં તરત જ આ સગર્ભા મહિલાની સોનોગ્રાફી કરાવવા માટે દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સૂચના આપવામાં આવી. ત્યાર બાદ સગર્ભા મહિલા શીલાબેનની સોનોગ્રાફી વિનામૂલ્યે કરવામાં આવી હતી. તેમણે આ બાબતે રાજ્ય સરકારની આ સેવાનો આભાર માન્યો હતો. શીલાબેન કહે છે કે, તેમને સપનેય ખ્યાલ નહોતો કે અમારા પર ગાંધીનગરથી ફોન આવશે અને તુરંત સોનોગ્રાફી કરાવવામાં આવશે.






Related News

Comments are Closed

%d bloggers like this: