જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
ધાનપુર તાલુકામાં જ્યારે ધામરડા ડીજે સંચાલક સામે ક, ફતેપુરામાં ડીજે જપ્ત કરાયા હતાં. - Divya Bhaskar

ધાનપુર તાલુકામાં જ્યારે ધામરડા ડીજે સંચાલક સામે ક, ફતેપુરામાં ડીજે જપ્ત કરાયા હતાં.

  • જિલ્લામાં લગ્ન પ્રસંગમાં ડીજે વગાડતા સંચાલકો સામે ગુનો નોંધાયો : ધામરડામાં ડીજે વગાડતાં સંચાલક સામે પોલીસ કાર્યવાહી

ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસ રોગનો ફેલાવો ખુબજ ઝડપથી થતો હોય અને આ રોગના કારણે થતી ખુમારી અટકાવી શકાય તે માટે કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ દાહોદે જાહેરનામું બહાર પાડ્યું છે અને લગ્ન સમારંભમાં, સત્કાર સમારોહ, ચાંદલા વિધી સમારોહમાં ડી.જે. વગાડવા ઉપર પ્રતિબંધ મુકી અને કોવિડ એસ.ઓ.પી.નો ભંગ કરતાં વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ .એસ . ભરાડા, દાહોદ SP હિતેશ જોયસર તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.જે. બેંકર, દાહોદ સર્કલ પોલીસ ઇન્સ . એચ.પી કરેણની સુચના અને માર્ગદર્શનમા તાલુકા સિ.પી.એસ.આઇ. એમ.એફ.ડામોર તથા સ્ટાફના નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતાં.

દરમ્યાન રળીયાતી ગામે સાંગા ફળીયામાં આવતા એક ડી.જે. વાગવાનો અવાજ આવતાં તપાસ કરતાં ડી.જે. સંચાલક ધામરડા ગામના પ્રકાશભાઈ નટવરભાઈ રાઠોડે GJ-20-X-1308ના નંબરના ટેમ્પોમાં ડી.જે. મ્યુઝીક સિસ્ટમ મુકી લગ્ન પ્રસંગમાં ડી.જે. વગાડી જાહેરનામાનો ભંગ કરતા તેની સામે ઈ.પી.કો કલમ 188 તથા ડીઝાસ્ટર મેનેજમેંન્ટ એક્ટ કલમ 51 બી મુજબ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ ફતેપુરા પોલીસે પણ રાત્રિ દરમિયાન પ્રેટ્રોલીંગના સમયે તાલુકાના જલઇ, જગોલા, વાંદરીયા, વડવાસના ગામોમા બે ફામ ટોળુ એકત્ર થઇ ડીજેના તાલે લગ્ન સમારોહમા ઝુમતા લોકો ડીજે સંચાલકો વિરુધ્ધ ફતેપુરા પોલીસે ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ (51)મુજબ આઇ પી સી કલમ 188 મુજબ ગધેડીયાના ડીજે માલીક વાલુભાઇ સુભાષભાઇ ગરાસીયા, નટુભાઇ ફુલજીભાઇ પારગી ઘુઘસ, અનિલભાઇ મલસિગભાઇ સંગાડા,રાકેશભાઇ વિંછીયાભાઇ ડામોર વાદરીયા વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી કરી હતી.

ડુમકા,દુધામલી અને અગાસવાણીમાં નિમંત્રક-ડીજે સંચાલકો સામે કાર્યવાહી
ધાનપુર તાલુકામાં કોવિડની ચેનતોડવા સોશિયલ ડિસ્ટન, માસ્ક, જરૂરી છે અને જાહેરનામા પ્રસિદ્ધ કરવા છતાં ધાનપુર તાલુકા પંથકમાં કોવિડની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે. લોકો સામાજિક પ્રસંગોમા સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ધાનપુર પોલીસ મથકનો સ્ટાફ ધાનપુર મામલતદાર રેવન્યુ સ્ટાફ અને દાહોદ આરટીઓ અધિકારી દ્વારા સંયુક્ત રીતે રાત્રી દરમિયાન કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરતા લગ્ન પ્રસંગો ડીજે સંચાલકો પર લાલ આંખ કરવા છતાં પણ કોવિડ નિયમનું પાલન કરતો ન હોય ત્યારે કાર્યવાહી કરવી સખત જરૂરી બની ગયું છે.

ગતરોજ ધાનપુર તાલુકાના ડુમકા દુધામળી અને અગાસવાણી ગામમા લગ્ન પ્રસંગમાં સરેઆમ કોવિડના નિયમોનું પાલન થતું ન હોય ત્યારે ત્રણેય ગામના લગ્નપ્રસંગના નિમંત્રક અને પાંચ ડીજે સંચાલક સામે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: