ક્રાઇમ: રામપુરામાં અકસ્માત થતાં ટ્રક ચાલકનું અપહરણ : 50 હજારની ખંડણી માગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • હીમાલા અને કોટડાખુર્દના યુવકો સામે ગુનો દાખલ
  • ટ્રક રિવર્સમાં લેતાં મહિલા વન કર્મીનું મોત થયું હતું

જુનાગઢના જયદીપભાઇ ગઢવી પોતાના કબજાની ટ્રક જીજે- 03- બીડબલ્યુ- 6639 લઇને કાચ બનાવવાનો સોડા ભરીને જુનાગઢના રહેવાસી ક્લીનર ભરતભાઇ ગરેજા સાથે ઇન્દૌર જઇ રહ્યા હતાં.10 જાન્યુઆરીએ સાંજના પાંચ વાગ્યાના અરસામાં રામપુરા ગામે ગેરેજ જોવાતા હાઇવે ઉપર ટ્રકમાં કામ કરાવવાનું હોવાથી બ્રેક મારીને ટ્રક રિવર્સ લીધી હતી.

આ વખતે મોપેડ ઉપર પાછળ આવતા વન કર્મચારીને ટક્કર વાગતાંમોત થયું હતું. લોકો મારશે તેવા ભયથી ટ્રક હંકારી લઇ જઇ જયદીપભાઇ અને ભરતભાઇ પુંસરી ગામે હાઇવે ઉપર ઉભા હતાં. તે વખતે જીજે-20-એપી-3965 નંબરની મોટર સાઇકલ ઉપર આવેલા હીમાલા ગામના ડામોર ફળિયાના વિકાસ કમલા ડામોર અને કોટડાખુર્દ ગાના મહુડા ફળિયાના સંજય બચુ ડામોર ચાલક જયદીપભાઇને પોતાની મોટર સાઇકલ ઉપર બેસાડીને અપહરણ કરી ગયા હતાં. આ વખતે ક્લીનર ભરતભાઇ ભાગી છુ્ટયા હતાં. અપહરણ કરી જનાર યુવકો ચાલક જયદીપભાઇના ફોનથી ક્લીનર ભરતભાઇ અને ટ્રકના માલિક ભાવેશભાઇ ડાંગરને ફોન કરીને જયદીપભાઇને છોડવા માટે 50 હજાર રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસે લોકેશન મેળવીને જયદીપભાઇને છોડાવ્યા હતાં. આ વખતે સંજય ફરાર થઇ ગયો હતો. દાહોદ તાલુકા પોલીસે બંને યુવકો સામે અપહરણ કરીને ખંડણી માંગવા અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: