કોરોના મહામારી: દાહોદ શહેરના વધુ 9 પોઝિટિવ સહિત જિલ્લામાં નવા 29 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • જિલ્લામાં છેલ્લા એક જ સપ્તાહમાં 137 નવા કેસ નોંધાયા

દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા થયેલી જાહેરાત મુજબ જિલ્લાના નવા 29 કેસમાં દાહોદ શહેરના 9, ઝાલોદ શહેરી વિસ્તારના 3 અને ગ્રામ્ય વિસ્તારના 4, ફતેપુરાના 10 સાથે ગરબાડા, લીમખેડા અને સંજેલીના 1- 1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ માટે આરોગ્ય તંત્ર દ્વારા Rtpcr ના 112 સેમ્પલો પૈકી 23 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટના લેવાયેલા કુલ 1591 સેમ્પલો પૈકી 6 લોકો પોઝિટિવ આવ્યા હતા.

સપ્તાહમાં 137 નવા કેસ નોંધાતા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ગત સપ્તાહમાં સૌથી વધુ કેસ શનિવારે 29 અને ઓછા કેસ રવિવારે 15 નોંધાયા હતા. આ સાથે શનિવારે એકસાથે 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા બાદ હવે એક્ટિવ કેસોની સંખ્યા 189 થઇ છે.તો હવે જિલ્લામાં કુલ 2176 દર્દીઓ પૈકી શહેરી વિસ્તારના 1329 અને ગ્રામ્ય વિસ્તારોના 847 કેસ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: