કિર્તીમાન: દાહોદ જિલ્લામાં 40,000થી વધુ નાગરિકોએ રસી મુકાવતાં જિલ્લો ગુજરાતમાં મોખરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • 5 માર્ચે એક જ દિવસમાં 10,000 નાગરિકોને રસી આપી વિક્રમ સર્જયો આ પહેલાં જ 28,000થી વધુ કોરોના વોરિયર્સનું રસીકરણ પૂર્ણ કરી દેવાયુ છે

દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ 50 વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને કોરોનાની રસી અપાઇ રહી છે.ત્યારે કોરોના કાળમાં દાહોદ જિલ્લાએ એક વધુ કિર્તીમાન સ્થાપિત કર્યુ છે.જેમાં 40,000 થી વધુ સામાન્ય નાગરિકોને રસીકરણ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ હરોળમાં પહોંચી ચુક્યો છે.તેમાંયે અક જ દિવસમાં 10000 નાગરિકોને રસી આપવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 2835 દર્દીઓ નોંધાઇ ચુક્યા છે.તેમાંથી 2721 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 93 દર્દીઓ કોરોના અને કોરોના સહિતની વિવિધ બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે.હાલમાં એક્ટીવ કેસ 15 જ છે. જિલ્લામાં છેલ્લા દોઢ માસથી રોજે રોજ એકાદ બે કેસ જ નવા નોંધાઇ રહ્યા છે.તેથી કેટલાયે દિવસો પછી 6 માર્ચે ત્રણ કેસ નોંધાયા છે.બીજી તરફ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ યુધ્ના ધોરણે ચાલી રહી છે.

જિલ્લામાં કલેકટર વિજય ખરાડીની સૂચના અને ડીડીઓ રચિત રાજના માર્ગદર્શનમાં રસીકરણ તારીખ 16 જાન્યુઆરીથી શરુ કરવામાં આવ્યુ હતુ.જેમાં સૌ પ્રથમ કોરોનાની રસી આરોગ્ય કર્મીઓને અપાઇ હતી. ત્યાર બાદ વહીવટી તત્ર તેમજ પોલીસ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને રસી અપાઇ હતી.તેમાંના ઘણાં બધાએ રસીનો બીજો ડોઝ પણ લઇ લીધો છે કારણ કે 28 દિવસમાં તે લઇ લેવાનો હોય છે.જેથી હાલમાં જ કલેક્ટર અને અસપીએ પણ બીજો ડોઝ લીધો હતો. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 28000 કરતા વધુ કોરોના વોરિયર્સને રસી મુકી દેવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં હવે રસીકરણનો ત્રીજો તબક્કો શુ થઇ ચુક્યો છે. જેમાં 60 વર્ષથી ઉપરના વયોવૃધ્ધ નાગરિકો અને 50 વર્ષથી વધુ વયના ડાયાબીટીશ કે બ્લડ પ્રેશરની બીમારીતી પીડાતા હોય તેવા દર્દીઓને રસી આપવામાં આવી રહી છે. ત્યારે 5 માર્ચે આ કામગીરીમાં સાગમટે 10000 જેટલા વ્યક્તિઓનું સરીકરણ કરી દેવામાં આવ્યુ હતુ. તારીખ 6 માર્ચના રોજ પણ બપોર સુધીમાં 4000 જેટલા નાગરિકોને રસી આપવામાં આવી હતી. 5 માર્ચે તાલુકાવાર કરાયેલું રસીકરણ તાલુકો સંખ્યા દાહોદ 2631 ગરબાડા 0907 ધાનપુર 0713 દે,બારીયા 0730 ફતેપુરા 1146 લીમખેડા 0740 ઝાલોદ 1403 સંજેલી 0564 સીંગવડ 0742 ખાનગી દવાખાના 0114 કુલ 9690 ભારતભરમાં 5 માર્ચે કુલ 10 લાખ નાગરિકોનો રસી અપાયાના અહેવાલ છે. ત્યારે આ દિવસે દાહોદ જિલ્લામાં 10 હજારને રસી અપાઇ હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં વિવિધ બીમારીઓ ધરાવતા 45થી 59 વર્ષના 8953 દર્દીઓ તેમજ 60 વર્ષથી વધુ વયના 31,150 મળી કુલ 40,103 નાગરિકોને રસી આપીને જિલ્લાએ ગુજરાતમાં મોખરાનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.મહાનગરોને બાદ કરતાં જિલ્લાઓની સરખામણીમાં પ્રથમ નંબરે જિલ્લો પહોંચી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: