​​​​​​​સાવચેતીના પગલાં: દાહોદ જિલ્લામાં સોમવારથી બપોરે 4 વાગ્યાથી સ્વયંભુ કર્ફ્યુ જાહેર કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વેપારી મંડળો સાથે વહીવટી તંત્રની બેઠકમાં નિર્ણય કર્યો કોરોના વકરતાં જિલ્લો આંશિક લોકડાઉનની દિશામાં જઇ રહ્યો છે

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેથી તંત્ર સાથે હવે પ્રજા પણ ગંભીર બની રહી છે. કોરોનાને નાથવા માટે હવે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જિલ્લામાં આગામી સોમવારથી સાંજના 4થી સવારના 6 વાગ્યા સુધી સ્વયંભુ કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જોકે, સંપૂર્ણ લોકડાઉનની ચર્ચા પર હાલ પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે.

દાહોદ જિલ્લામાં કોરોનાએ હવે માઝા મુકી છે, ત્યારે તેને વધુ વકરતો રોકવા માટે વહીવટી તંત્ર શક્ય તેવા બધા પ્રયત્નો કરવામાં જોતરાઇ ગયુ છે. આમ તો ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ રાજ્યના 20 શહેરોમાં 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી દીધી છે. તેમાં દાહોદ શહેરનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ પણ જિલ્લામાં કોરોના આંક સતત વધતો જતો હોવાથી દેવગઢ બારીયા,ઝાલોદ અને લીમડી જેવા નગરોમાં પણ સ્થાનિકોએ સ્વયં રાત્રિ કર્ફ્યુ શરુ કર્યો છે.

બીજી તરફ દાહોદ જિલ્લાની સ્થિતિ રોજે રોજ બગડી રહી છે.ખાનગી અને સરકારી દવાખાનાઓ કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે અને મૃત્યુ આંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેના કારણે જિલ્લામાં લોકડાઉન થવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો પરંતુ હવે હાલ તેની શક્યતા રહી નથી. કારણ કે સોમવાર તારીખ 12 એપ્રિલથી જિલ્લામાં બપોરે 4 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સ્વયંભુ કર્ફ્યુ રાખવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. આ નિર્ણય કોવિડ માટેના ખાસ ફરજ પરના અધિકારી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર વિજય ખરાડી સાથે યોજાયેલી વેપારી મંડળોની બેઠકમાં આજે લેવાયો છે.

જિલ્લો રવિવારે તો સંપૂર્ણ બંધ રાખવામાં આવે જ છે ત્યારે હવે સોમવારથી બપોર પછી બજારો સુમસામ છે. વેપારી મંડળોએ સ્વૈચ્છિક સંમતિ આપી હોવાથી સોમવારથી બપોરે બજારો સુમસામ થઇ જશે. ગામડાઓમાં લગ્નસરાની ભરમાર ચાલી રહી હોવાથી તારીખ 10થી 30 એપ્રિલ સુધી ગરબાડા, લીમખેડા, સંજેલી, સીંગવડ અને ધાનપુર ગામોમાં પણ રાતના 8થી સવારના 6 સુધી સંચારબંધીની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યુના સમય દરમિયાન આ ગામોમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કોઇ કાર્યક્રમનું આયોજન કરી શકાશે નહી તેવુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ ફરવા પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યુ છે. આમ જિલ્લામાં આંશિક લોકડાઉનનુ વાતાવરણ સર્જાયુ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: