૫ સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે એમ.વાય.હાઇસ્કુલ સ્ટેશન રોડ, દાહોદ ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત સમારોહ યોજાશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
ભારત રત્ન અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં જન્મ દિવસ પ સપ્ટેમ્બરે દાહોદ જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે એમ.વાય. હાઇસ્કુલ સ્ટેશન રોડ, દાહોદ ખાતે ગુરૂવારના રોજ સવારે ૦૯.૦૦ કલાકે દાહોદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માન સમારોહ યોજાશે. જેમા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગ્રામગૃહનિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધનના રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો, ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિ, નગર પાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિ ઉપસ્થિત રહેશે.


Related News

Comments are Closed

%d bloggers like this: