હોબાળો: બે કોચમાં સફાઈ ન કરાતા દાહોદ રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો, જમ્મુ-તાવી 54 મિનિટ મોડી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ રેલવે સ્ટેશે મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. જમ્મુ-તાવી એક્સપ્રેસના બે કોચમાં સફાઈ કરવામાં ન આવતા મુસાફરો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. આરપીએફે દરમિયાનગીરી કર્યા બાદ મુસાફરો શાંત થયા હતા અને ટ્રેન ઉપડી હતી. જોકે હોબાળો મચાવવાના કારણે 54 મિનિટ મોડી પડી હતી.

જમ્મુથી મુંબઈ તરફ જતી સ્પેશિયલ ટ્રેન શનિવારે નિયત સમયે દાહોદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ વેળાએ કોચ એસ 8 અને 10 નંબરના મુસાફરોએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. કારણ કે આ બંન્ને કોચમા સફાઈ જ કરવામા આવી ન હતી. મહિલાઓના શૌચાલય પણ સાફ કરવામા આવ્યા ન હતા. આ મામલે કોટા રેલવે સ્ટેશને પણ ફરિયાદ કરવામા આવી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતા મુસાફરો રોષે ભરાયા હતા અને સફાઈ ન થાય ત્યા સુધી ટ્રેન રોકી દીધી હતી અને તેના માટે ચેઇન પુલિંગ પણ કરાયુ હતુ. હોબાળો થતા આરપીએફ હરકતમા આવી હતી અને મુસાફરોને સમજાવ્યા હતા. છેવટે ટ્રેન ઉપડી હતી પરંતુ 54 મિનિટ મોડી પડી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: