હોબાળો: દાહોદ ઝાયડસમાં દર્દીના મોતથી મધ્યરાત્રે સ્થિતિ વણસતાં પોલીસ કાફલો ધસી આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બપોરે તો વાત કરી તો રાત્રે કઇ રીતે મરી ગયા કહી પરિવારનો હોબાળો
  • ટોળું પોઝિટિવ વોર્ડમાં ઘૂસતાં અફરા-તફરી, મારા બાપાને મારી નાખ્યા કહી વિલાપ સાથે પુત્રના આક્ષેપો

દાહોદની ઝાયડસમાં શનિવારની મધ્યરાત્રે કોરોના પોઝિટિવ દર્દીનું નિધન થયું હતું. મૃતકના પરિવારે વિવિધ આક્ષેપો સાથે હોબાળો કરતાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. ઘટના પગલે રાત્રે પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવાયો હતો. રોષિત ટોળુ એક સમયે પોઝિટિવ વોર્ડમાં ઘુસી જતાં અફરા-તફરી મચી હતી. સમજાવટના અંતે મૃતદેહ સોંપવામાં આવતાં અંતિમ વિધિ કરાઇ હતી.

દાહોદ તાલુકાના એક ગામના યુવકને કોરોના પોઝિટિવ આવતાં તેને ઝાયડસમાં દાખલ કર્યો હતો. શનિવારની રાત્રે તેનું નિધન થયું હતું. હોસ્પિટલની બહાર બેઠેલા પૂત્ર અને પત્નીને આની જાણ કરાતાં તેમની ઉપર આભ ફાટી પડ્યુ હતું. બનાવની જાણ થતાં તેમના અન્ય સબંધિઓ પણ દવાખાને ધસી આવ્યા હતાં. બપોરે તો સારી રીતે વાત કરી હતી ત્યારે અત્યારે કઇ રીતે મોત થઇ જાય, તેમને મારી નાખ્યા છે તે સહિતના આક્ષેપો સાથે પરિવારના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક સમયે તો ટોળુ મૃતદેહ જોવા માટે પોઝિટિવ દર્દીઓ દાખલ કરેલા છે તે વોર્ડમાં ઘુસી જતાં અફરા-તફરી મચી ગઇ હતી.

વાત વણસે તે પહેલાં જ બનાવની જાણ થતાં શહેર પોલીસનો મોટો કાફલો ધસી આવતાં મામલાને શાંત કર્યો હતો. વિલાપ અને આક્ષેપો વચ્ચે પરિવારે શું સારવાર કરી તે જોવા માટે સીસીટીવી કેમેરા જોવાની માગણી પણ કરી હતી. સમજાવટ બાદ અંતે કોવિડની ગાઇડલાઇન પ્રમાણે પરિવારને મૃતદેહ સોંપવામાં આવતાં અંતિમ વિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: