હેવાનિયત: તું મારી સાથે નહી આવે તો તારા પુત્રને પતાવી નાખીશ, ઘમકી આપી પરિણીતાને ઉઠાવી જઇ 12 દિવસ દુષ્કર્મ કર્યું

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દેવગઢ બારીયાના સીમળાઘસીના યુવકે પરિણીતાને પુત્ર સાથે કાઠીયાવાડમા ગોધી રાખી મહામહેનતે પીડીતા નરાધમના ચુંગાલમાંથી છુટી વતન આવી ફરિયાદ નોંધાવી

દેવગઢ બારીયા તાલુકાના સીમળાઘસીનો ઈસમ એક પરણિતાનું તેના પુત્ર સાથે અપહરણ કરી ગયો હતો. બન્નેને કાઠીયાવાડ લઈ જઈ 12 દિવસ સુધી એક મકાનમાં ગોંધી રાખી પરણિતા ઉપર અવાર નવાર દુષ્કર્મ કર્યુ હતુ. પરણિતા જેમ તેમ કરી ઈસમના ચંગુલમાંથી છુટી ઘરે પરત આવી સઘળી હકીકત જણાવતાં પરિવારજનો સાથે પરણિતા દેવગઢ બારીયા પોલીસ મથકે આવી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો આરંભ કર્યા છે.

તારા છોકરાને મારી નાખીશ તેમ કહી ધાકધમકીઓ આપી

દેવગઢ બારીયા તાલુકાના સીમળાઘસી ગામે રહેતો વિકેશભાઈ ભારતભાઈ રાઠવા ગત મે માસમાં દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક 30 વર્ષીય પરણિતાના ઘરે મોટરસાઈકલ લઈ આવ્યો હતો. પરણિતાને કહ્યુ કે, હું તને મારી પત્નિ તરીકે રાખવા લઈ જવાનો છું અને જો તું નહીં આવે તો તને અને તારા છોકરાને મારી નાખીશ તેમ કહી ધાકધમકીઓ આપી હતી.

પરણિતાની સાથે તેણીની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ કર્યું

પરણિતા અને તેના પુત્રને બળજબરીપુર્વક મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી ગયો હતો. અપહરણ કરી પરણિતા અને તેના પુત્રને કાઠીયાવાડ લઈ ગયો હતો. જ્યાં વાડીમાં એક મકાનમાં બન્ને માતા-પુત્રને બાર દિવસ સુધી ગોધી રાખ્યાં હતાં. આ દરમ્યાન વિકેશભાઈએ પરણિતાને કહેલુ કે, તારે હવે મારી પત્નિ તરીકે રહેવાનું છે, જો તું નહીં રહે તો તને મારી નાખીશ તેવી ધાકધમકીઓ આપી પરણિતાની સાથે તેણીની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ ગુજારયુ હતુ.

હકીકત જણાવતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ

પરણિતા નરાધમના ચંગુલમાંથી છુટી પોતાના પરિવાર પાસે પુત્ર સાથે પરત આવતાં ઉપરોક્ત હકીકત જણાવતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેઓ પરણિતાને લઈ દેવગઢ બારીયા પોલીસ મથકે આવી પરણિતા દ્વારા વિકેશભાઈ ભારતભાઈ રાઠવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિકેશભાઈ ભારતભાઈ રાઠવાના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: