હેરાફેરી: દેવગઢ બારીયાના માંડવ પાસેથી બાઈક પર લઈ જવાતો 51000નો દારુ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બુટલેગર પોલીસને જોઇ ફરાર થઈ ગયો
  • બાઈક સાથે 76 હજાર 540નો મુદ્દામાલજપ્ત કરવામા આવ્યો

દેવગઢ બારીઆ તાલુકાના માંડવ ગામેથી પોલીસે એક મોટરસાઈકલ પરથી કંતાનના થેલામાં ભરી રાખેલ વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂ. 51 હજાર 540નો જથ્થો ઝડપી પાડયો હતો.સાથે રૂ. 25 હજારની મોટરસાઈકલ કબજે લઈ પોલીસે કુલ રૂ.76 હજાર 540નો મુદ્દામાલ કબજે કર્યો છે .જ્યારે મોટરસાઈકલ ચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો.

એક મોટરસાઈકલનો ચાલક ગત 13મી માર્ચના રોજ પોતાની મોટરસાઈકલ પર વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો કંતાનના ભરી હેરાફેરી કરવાના ઈરાદે માંડવ ગામેથી પસાર થઈ રહ્યો હતો .તે સમયે ત્યાં ઉભેલા પોલીસને જોઈ મોટરસાઈકલનો ચાલક મોટરસાઈકલ સ્થળ પરજ મુકી નાસી ગયો હતો.પોલીસે મોટરસાઈકલની નજીકથી એક કંતાનના થેલામાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ બોટલો નંગ.336 કિંમત રૂ. 51 હજાર 540ના જથ્થા સાથે મોટરસાઈકલ કબજે લઈ મોટરસાઈકલના ચાલક વિરૂધ્ધ સાગટાળા પોલીસે મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: