હુમલો: વિજાગઢમાં ભત્રીજાએ લાકડીથી કાકાનું માથું ફોડ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- ઘઉં ઉડાડવાનું કહેતાં બોલાચાલી થતાં ભાભીએ પણ ગડદાપાટુ માર માર્યો
- હુમલાખોર ભાઇ, ભાભી, ભત્રીજા સામે જેસાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી
દાહોદ જિલ્લાના વિજાગઢમાં ઘરમાં ઘઉં ઉડાડતા ચાદર પર કચરો ઉડતાં ભાભીને ચાદર વાળીને ઘઉં ઉડાડવાનું કહેતા ભત્રીજાને તુ કોણ કહેવા વાળો કહી લાકડી મારી માથુ ફોડ્યું હતું. જ્યારે ભાઇ ભાભીએ પણ ગદડાપાટુનો માર માર્યો હતો. દાહોદ જિલ્લાના વિજાગઢ ગામના રમેશભાઇ શકરાભાઇ પસાયા તથા તેમના પત્ની પપ્પુબેન બન્ને જણા ઘરની નજીક આવેલા ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક થ્રેશરથી કઢાવેલ થેલામાં ભરી ઘરે મુકવા ગયા હતા. ત્યારે તેમની ભાભી બદલીબેન પારસીંગભાઇ પસાયા ઘરમાં ઘઉં ઉડાડતા હતા.
તેનો કચરો ઉડીને ઘરમાં તથા ખાટલા ઉપર પાથરેલ ચાદર ઉપર પડતા હોય જેથી ચાર વાળીને ઘઉં ઉડાડો તો ચાદરો ખરાબ નહી થાય તેમ કહેતા બદલીબેનબેન એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી બોલાચાલી કરવા લાગ્યા હતા. તેવામાં રમેશભાઇનો ભાઇ પારસિંગભાઇ તથા ભત્રીજો મુકેશ પારસીંગ પસાયા તેના હાથણાં લાકડી લઇ દોડી આવ્યા હતા અને તુ કોણ મારી માને કહેવા વાળો તેમ કહી મુકેશે તેના હાથમાની લાકડી કાકા રમેશભાઇને માથામાં મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. ત્યારે તેમના ભાઇ પારસીંગભાઇ તથા ભાભી બદલીબેને ગડદાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન બુમાબુમ કરતાં રમેશભાઇની પત્ની પપ્પુબેન તથા ભાભી ઝુમાબેન જાલુભાઇ પસાયા અને લાલુભાઇ મનુભાઇ પસાયા દોડી આવી વધુ મારથી છોડાવ્યા હતા અને હુમલાખોરો મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્ત રમેશભાઇને 108 દ્વારા દાહોદ સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે રમેશભાઇએ હુમલાખોર ભાઇ, ભાઇ અને ભત્રીજા વિરૂદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed