હુમલો: વાંકોલમાં નારિયેળ કેમ મૂક્યું કહી ધારીયાથી મહિલા પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • છોડાવવા આવેલા પુત્રને પણ માર મારતા ફરિયાદ

ઝાલોદના વાંકોલ ગામે કુવા ઉપર નારીયેળ મુકી ગયા હોવાનો વહેમ રાખી પિતા-પુત્રએ મહિલા સાથે તકરાર કરી ધારીયાની પુછ મારી ઇજા કરી હતી. તેમજ વચ્ચે છોડાવવા વચ્ચે આવેલા મહિલાના પુત્રને પણ માર માર્યો હતો.વાંકોલના કાળીબેન કનુભાઇ અમલીયારના ઘર નજીક રહેતા બાબુભાઇ જ્યોતીભાઇ ડામોરની જમીનમાં આવેલા કુવા ઉપર કોઇ વ્યક્તિ નારીયેળ મુકી ગયો હતો.

જે નારીયાળ કાળીબેન આમલીયારે મુક્યુ હોવાનો વહેમ રાખી ઝઘડો કરતાં કાળીબેને જણાવેલ કે આ નારીયેળ મે નથી મુક્યુ તેમ કહેવા છતાં તે માન્યા ન હતા અને ગાળો બોલી ઘરે જતા રહ્યા હતા. ત્યાર બાદ સાંજે શૌચક્રિયા માટે ખેતરમાં જતાં ત્યારે રસ્તામાં બાબુ જ્યોતી કાળીબેનને ઉભી રાખી તેને પકડી અને છોકરા પિયુષે આને જાનથી મારી નાખ કહી ધારીયાની પુઠ મારતાં કપાળમાં લોહી નીકળ્યું તેમજ ગરદાપાટુનો માર માર્યો હતો.

કાળીબેનનો છોકરો કિશન દોડી આવતાં તેને પણ ધારીયુ મારી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત માતા-પુત્રને લીમડી સરકારી દવાખાને અને ત્યાંથી દાહોદ સરકારી દવાખાને સારવાર માટે રીફર કર્યા હતા. આ સંદર્ભે હુમલાખોર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતાં લીમડી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: