હુમલો: વરમખેડામાં વિજેતાના સમર્થકોનો હારેલાના ઘર પર પથ્થરમારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઘર પાસેથી વિજય સરઘસ નીકળતાં વિજેતા ઉમેદવારે ગાળો આપી હતી
  • પાંચ બાઇક, જેસીબી, ટેમ્પોના કાચ પણ તોડ્યા : 15 સામે ફરિયાદ નોંધાઇ

વરમખેડાના ગલચંદભાઇ બારીયાની પત્ની બાલીબેન વરમખેડા-5 સીટ પરથી તાલુકા સભ્ય તરીકે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી. મંગળવારે જાહેર થયેલા પરિણામમાં તેમનો ભાજપના ઉમેદવાર સામે પરાજય થતા ટેકેદારો સહિતના તમામ લોકો જતા રહ્યા હતા. ત્યાર બાદ જીતેલા ભાજપના ઉમેદવાર ભીમાભાઇ પરમારનું વિજય સરઘસ ગલચંદભાઇ બારીયાના ઘર આગળથી પસાર થતાં ભીમાભાઇ પરમારે બુમ પાડીને તેઓને કહેલ કે હુ ચૂંટણીમાં જીતી ગયો છુ તમે શુ ઉખાડી લીધુ કહી ગાળો બોલતા હતા.

સરઘસમાં સામેલ મહેશ પરમાર, અશોક પરમાર, ગોપી ગણાવા, રાજુ બારીયા, અશ્વિન બારીયા, મનુ બારીયા, સમસુ બારીયા, કાન્તી પરમાર, પારસિંગ પરમાર, શૈલેષ ગણાવા, મેલા ગણવા, વિનુ બારીયા, સુરેશ બારીયા તથા કાન્તી પરમાર તમામ વરમખેડાના તથા બીજા 40થી 50 જેટલા માણસોએ હથિયારો સાથે હુમલો કરી ગલચંદભાઇ હિમલાભાઇ બારીયાના ઘર આગળ મુકી રાખેલ 5 મોટર મોટર સાયકલો તથા 2 જેસીબી, બોલેરો તથા આઇસર ટેમ્પોના કાચની તોડફોડ કરી નુકસાન કર્યું હતું.

તેમજ ગલચંદભાઇ હિમલાભાઇ બારીયાના કાકા ખુમસિંગભાઇના ડી.જે.વાળા આઇસરને તોડફોડ કરી છુટ્ટા પથ્થરો મારતાં ગલચંદભાઇ હિમલાભાઇ બારીયાને પગે નળા ઉપર તથા બન્ને હાથના બાવડા ઉપર ઇજાઓ થઇ હતી. તેમજ તેમની માતા રતનીબેન, રમેશભાઇ, મલસિંગભાઇ બારિયા, ખુમસીંગભાઇ બારીયાને શરીરે નાની મોટી ઇજાઓ થઇ હતી. તથા મહેશ ભીમા પરમારે તેના હાથમાની લાકડી કાળીબેનને બાવડા ઉપર લાકડીના ફટકા મારી હુમલો કર્યો હતો. તેમજ ટોળાએ છુટ્ટા પથ્થરો મારી ઘરના નળીયાની તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે ગલચંદભાઇ હિમલાભાઇ બારીયાએ હુમલાખોર 15ના ટોળા સામે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: