હુમલો: રસ્તામાં રોકી ‘તું ભાડાની વર્ધીનો ભાવ બગાડે છે’ કહી ડ્રાઇવરનું માથું ફોડ્યું

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • છકડામાં આવેલા બે શખ્સોએ સળીયો મારી હુમલો કર્યો
  • રૂપારેલમાં હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી

દેવગઢ બારિયાના રૂપારેલ ગામે રસ્તામાં છકડો રોકી તુ ભાડાઓની વર્ધીનો ભાવ બગાડે છે કહી ઉશ્કેરાઇ જઇ બે વ્યક્તિએ લોખંડના સળિયાથી હુમલો કરી માથામાં મારી ઇજા પહોંચાડી હતી. આ સંદર્ભે સાગટાળા પોલીસ મથકે હુમલાખોરો સામે ગુનો નોંધાવ્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ફાંગીયા ગામનો જવલાભાઇ મનાભાઇ રાઠવા શુક્રવારના રોજ બપોરના સમયે પોતાનો GJ-20-W-2747 નંબરનો છકડો લઇને પોતાના ઘરે જતો હતો.

ત્યારે રસ્તામાં રૂપારેલ ગામે ફાંગીયા ગામનો વિનોદ રામસીંગ રાઠવા તથા ગણપત મનસુખ બારીયા બન્ને જણા પોતાનો છકડો લઇ સામે મળતા જવલાભાઇને ઉભો રખાવી તુ છકડાની ભાડાઓની વર્ધીનો ભાવ બગાડે છે તેમ કહી ગાળો બોલતા હતા. જેથી જવલાભાઇએ ગાળો બોલવાની ના પાડતા વિનોદ ઉશ્કેરાઇ ગયો હતો અને ગણપતે તેના છકડામાંથી લોખંડનો સળીયો લઇ દોડી આવી જવલાભાઇને માથામાં મારી દઇ ચામડી ફાડી નાખી લોહી કાઢી નાખ્યું હતું.

તેમજ બરડામાં અને જમણા પગના ઘુટણ ઉપર સળીયાના ફટકા મારી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. આ સંદર્ભે જવલાભાઇ મનાભાઇ રાઠવાએ બન્ને હુમલાખોરો સામે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: