હુમલો: પુંસરીમાં જમીનના ભાગ મુદ્દે નાના ભાઇના પરિવાર ઉપર હિંસક હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહિલા સહિત ચારને લાકડી, ધારિયું મારી ઇજા કરી
  • મોટા ભાઇ તથા ચાર મહિલા સહિત 10 લોકો સામે ફરિયાદ

દાહોદ તાલુકાના પુંસરી ગામના દહીયા ફળિયામાં રહેતા સબલાભાઇ ધુળયાભાઇ ભુરીયા ગતરોજ પરિવારજનો સાથે ઘરે હાજર હતા. ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં તેમનો મોટો ભાઇ રમસુભાઇ ધુળીયાભાઇ ભુરીયા તથા ભત્રીજો વિક્રમભાઇ રમસુભાઇ ભુરીયા તેઓને કહેવા લાગેલ કે તમો જમીનમાં ભાગ પાડવાની વાત કરો છો પરંતુ અમારે હમણા જમીનમાં ભાગ પાડવા નથી તેમ કહી જતા રહ્યા હતા. સબલા ભુરીયા આ બાબતની ફરિયાદ આપવા જતા હતા ત્યારે વિક્રમ ભુરીયા, કરમણ ભુરીયા, રમસુ ભુરીયા, અનિલ ભુરીયા, શૈલેષ ભુરીયા, નવલા ભુરીયા, સબીબેન ભુરીયા, સવિતાબેન ભુરીયા, સંગીબેન ભુરીયા, સુમિલાબેન ભુરીયાએ પોતાનો ઇરાદો પાર પાડવા ગાળો બોલતા કીકીયારીઓ કરતાં હાથમાં ધારીયા, લાકડી, લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવી તમો અમારી જમીનમાં કેમ ભાગ પાડવા માંગો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ ધુળીયા ભુરીયાને માથામાં ધારીયુ મારી લોહીલુહાણ કરી ઇજા કરી હતી. તેમજ ઇશ્વર ભુરીયા તથા દિતીયા ભુરીયાને માથામાં મારતાં ચામડી ફાટી જઇ લોહી કાઢી નાખ્યું હતું. તેમજ મેતાબેનને લાકડીઓ મારી ખભામાં ફેક્ચર લોખંડની પાઇપ માથામાં મારી ઇજા કરી હતી. ટોળાની ચારેય મહિલાઓએ ધુળીયાભાઇ, ઇશ્વરભાઇ તથા દિતીયાભાઇ, મેતાબેનને પકડી ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ તમામે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે સબલા ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે હુમલાખોર ચાર મહિલા સહિત 10ના ટોળા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: