હુમલો: નગરાળામાં ખેતર મુદ્દે દંપતી સાથે ગાળો બોલવાની ના પાડતા હુમલો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દંપતી ઉપર લાકડી વડે હુમલો કરી ઘાયલ કર્યા

દાહોદ તાલુકાના નગરાળા ગામના સેનીયાભાઇ દલસીંગભાઇ ભુરીયા તથા તેમની પત્ની સવિતાબેન ખેતરમાં હળ લઇ ખેતી કામ કરવા જતાં હતા. ત્યારે ફળિયામાં રહેતા રતન મંગળીયા ભુરીયા, મકનસીંગ મંગળસીંગ ભુરીયા, મયુર મકનસીંગ ભુરીયા તથા મંગળસીંગ દલસીંગ ભુરીયાએ સેનીયાભાઇને ઘર આગળ રોકી બિભત્સ ગાળો બોલી કહેવા લાગેલ કે કાઇડી વાળુ ખેતર અમારી છે તેમાં તમારે ખેડાણ કરવાનું નથી. ત્યારે સેનીયાભાઇ તથા તેમની પત્નીએ ગાળો બોલવાની ના પાડી અને ખેતર તમારા ભાગમાં આવશે તો તમને સોપી દઇશુ તેમ કહ્યા બાદ પણ ચારેય જણા ઉશ્કેરાઇ મંગળસીંગ ભુરીયાએ લાકડી સેનીયાભાઇને માથામાં મારી લોહી કાઢી દીધુ હતું.

તેમજ મકનસીંગ ભુરીયાએ બરડાના ભાગે લાકડી મારી અને ગડદાપાટુનો માર માર્યો હતો. તથા રતનસીંગ ભુરીયાએ લાકડી મારતા સવિતાબેનને બન્ને આંખ તેમજ માથાના ભાગે ઇજા થઇ હતી. સેનિયાભાઇનો છોકરો જીતેન્દ્ર વચ્ચે પડતા તેને પણ લાકડી મારતાં જમણી આંખ ઉપર ઇજા થઇ હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી જતા હુમલાખોરો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: