હુમલો: છાલોરમાં વાવણી કરતાં રોકતા 2 મહિલા સહિત 4 સાથે મારામારી

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લાકડીઓ વડે હુમલો કરી ઇજા કરનાર કુટુંબી સાત સામે ફરિયાદ

ફતેપુરાના છાલોરમાં જમીનમાં વાવણી કરતાં રોકતા લાકડીથી હુમલો કરી કુટુંબી બે મહિલાઓ સહિત ચાર લોકોને ઇજા પહોંચાડી અમે તો જમીન ખેડવાના કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાત સામે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના છાલોર ગામના નિશાળ ફળિયામાં રહેતા સવિતાબેન મેઘજીભાઇ કામોળની જમીનમાં તેમના કુટુંબી વિરસીંગભાઇ જોગડાભાઇ કામોળ આ જમીનમાં વાવણી કરતો હતો. જેથી સવિતાબેનના માતાએ તેને વાવણી કરતાં રોકતા તે જતો રહ્યો હતો અને થોડીવાર બાદ શૈલેષભાઇ વીરસીંગભાઇ કામાળ હાથમાં લાકડી લઇ તેમના ઘરે આવી કહેવા લાગેલ કે તમારે અમને ખેતી કરવા દેવી છે કે નહી તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી લાકડી સવીતાબેનના જમણા પગના સાથળના ભાગે મારી દીધી હતી. તેમજ ડાહ્યાભાઇ કામોળ, પ્રતાપભાઇ કામોળ પણ હાથમાં લાકડી લઇ દોડી આવી બરડાના ભાગે મારતા સવીતાબેને બૂમાબૂમ કરતાં તેમનો છોકરો ભુપેન્દ્રભાઇ તથા કેશવભાઇ અને તેમની માતા ગંગાબેન કામોળ આવી જતાં ત્રણેય જણા અપશબ્દો બોલી જમીન અમે જમીન ખેડવાના જ છીએ તમારે જે થાય તે કરી લેજો તેવી ધમકીઓ આપતા જતા રહ્યા હતા.

ત્યાર બાદ વિરસીંગ કામોળ, મુકેશ કામોળ, વિનોદ કામોળ, મંગળા કામોળ લાકડીઓ લઇ દોડી આવી ગંગાબેનને લાકડીથી તથા ગડદાપાટુનો માર મારતા બૂમાબૂમ કરતાં ભુપેન્દ્રભાઇ દોડી આવતા તેને પણ લાકડીઓનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મોટર સાયકલને લાકડીના ફટકા મારી નુકસાન કરતા સવિતાબેન મેઘજીભાઇ કામોળે હુમલાખોરો સામે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે 7 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: