હુમલો: ચીખલીમાં બે પરિવાર વચ્ચે હથિયારો ઉછળતાં 7ને ઇજા

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સામસામે ફરિયાદમાં 7 મહિલા સહિત 15 સામે ગુનો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ચીખલી ગામમાં બે પરિવારના લોકો વચ્ચે ખેતર ખેડાણ કરવા મુદ્દે થયેલી તકરારમાં છુટ્ટા હાથની મારામારી તેમજ મારક હથિયારો ઉછડ્યા હતા. જેમાં બન્ને પક્ષના મળી બે મહિલા સહિત સાતને ઇજા થઇ હતી. ચીખલી ગામના મકવાણા ફળીયામાં રહેતા જગદીશભાઇ મખજીભાઇ મકવાણા તથા તેમના ફળિયામાં જ રહેતા મહેન્દ્રભાઇ શકજીભાઇ મકવાણા બન્ને પરિવારો વચ્ચેના ભાગમાં આવેલ સર્વે નંબર 27 વાળા ખેતરમાં ખેડાણ કરવા મુદ્દે તકરાર બોલાચાલી થઇ હતી.

જેમાં બન્ને પક્ષના લોકોએ ગેરકાયદે મંડળી રચી એકસપં કરી કુહાડી, લાકડી જેવા મારક હથિયારોથી એકબીજા ઉપર હુમલો કર્યો હતો. જેમાં નવલભાઇને માથામાં કુહાડી તેમજ સ્વરાજભાઇને લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી હતી. જેમાં ગીતાબેન તથા હેતલબેનના વાળ પકડી શરીરે ગડદાપાટુનો માર મારી મોઢાના ભાગે ઇજા કરી હતી. સામા પક્ષે પણ મણીલાલને માથાના કુહાડી તથા જગદીશભાઇ મકવાણાને કુહાડી, લાકડી મારી ડાબા હાથે કાંડા તેમજ પાછળ લાકડીના ફટકા તેમજ મુક્કા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સુખસર પોલીસે બન્ને પક્ષે 7 મહિલા સહિત 15 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: