હીટ એન્ડ રન: દાહોદ તાલુકાના ગમલા ગામે હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો, અજાણ્યા વાહનની ટક્કરે પિતા-પુત્રનું મોત થયું

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Hit And Run Incident Took Place On The Highway In Gamla Village Of Dahod Taluka, Father And Son Were Killed In A Collision With An Unknown Vehicle.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • હોળીના તહેવાર ટાણે જ પિતા-પુત્રના મૃત્યુથી પરિવારમાં શોક

દાહોદ તાલુકાના ગમલા ગામે હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બનતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા વાહનના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર પિતા-પુત્રને અડફેટમાં લેતા બંન્નેના ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નીપજતાં હોળીના તહેવાર ટાણે મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

માર્ગ અકસ્માતના બનાવોમાં ઘરખમ વધારો થયો છે

દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી માર્ગ અકસ્માતના બનાવોમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદના ગમલા ગામેથી પસાર થતો ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે પરથી એક મોટરસાઈકલ પર સવાર થઈ પિતા-પુત્ર પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાના કબજાનું વાહન હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે આ મોટરસાઈકલ પર સવાર પિતા-પુત્રને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતા.

સ્થળ પરજ લોહીના ખાબોચીયું ભરાઈ ગયું હતું

જેમાં બંન્નેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પરજ લોહીના ખાબોચીયું ભરાઈ ગયું હતું. અને બંન્નેના ઘટના સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કર્મચારીઓ પણ સ્થળ પર દોડી ગયાં હતાં. ઘટનાને પગલે કલાકો માટે આ રસ્તાનો અવર જવર પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને મૃતકોને નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: