હિરેન પટેલ હત્યા કેસમાં ચાર આરોપીના વધુ 4 દિ’ના રિમાન્ડ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રિમાન્ડ પૂર્ણ થતાં ઓનલાઇન કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા

ઝાલોદ નગરમાં કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં ઝાલોદ પોલીસે સ્થાનિક અજય કલાલ, ગોધરા કાંડમાં આજીવન કેદની સજા પામેલા અને પેરોલ જમ્પ કરનારા ઇરફાન પાડા, મોહમ્મદ સમીર અને સજ્જનસિંહ ઉર્ફે કરણ ચૌહાણ સામે હત્યા અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કર્યા બાદ 15 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરીને 22મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં. આ 7 દિવસમાં પોલીસ દ્વારા વિવિધ સ્તરે તપાસ કરી હતી. જોકે, સોપારી આપીને હત્યા કયા કારણોસર કરવામાં આવી તે સ્પષ્ટ થઇ શક્યુ ન હતું.

22મી તારીખે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને કોર્ટ સમક્ષ ઓનલાઇન રજૂ કર્યા હતાં. પોલીસે કોર્ટ સમક્ષ તપાસ બાકી હોવા સહિતના મુદ્દા રજૂ કર્યા હતાં. કોર્ટે આ ચારેય આરોપીઓને હજી 26મી સપ્ટેમ્બર સુધી રિમાન્ડ ઉપર રાખવાની પરવાનગી આપી હતી. આ હત્યા કેસમાં પોલીસને મહત્વની કડીઓ મળી છે પરંતુ તે ત્યાં સુધી પહોંચી નહીં શકતાં હત્યાનો ભેદ હાલ પણ અકબંધ છે. હવે પુન: રિમાન્ડ મેળવીને પોલીસ હિરેન પટેલની હત્યાના માસ્ટર માઇન્ડને શોધવા માટે પુન: તલસ્પર્શી તપાસમાં જોતરાઇ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: