હિરેન પટેલ હત્યાકાંડ: હિરેન પટેલ હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર અમિત કટારા ચિત્રોડિયાથી ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ7 કલાક પહેલા
- કૉપી લિંક

અમિત કટારાની ફાઈલ તસ્વીર
- કોરોનાના ટેસ્ટ બાદ ધરપકડ : શુક્રવારે કોર્ટમાં રજૂ કરીને પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે
ઝાલોદમાં રાજકીય રંજીશ રાખીને ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરવા પાછળના મુખ્ય સૂત્રધાર અમિત કટારાને એલસીબીએ તેના વતન ચિત્રોડિયાથી ગુરુવારની સાંજે ઝડપી પાડ્યો હતો. કોરોનાના ટેસ્ટ બાદ અમિતની ધરપકડ કરી હતી.
ઝાલોદમાં ભાજપના કાઉન્સિલર હિરેન પટેલ 27 સપ્ટેમ્બરની પરોઢે મોર્નિંગ વોકમાં નીકળતા જીપની ટક્કર મારીને તેમની હત્યા કરાઇ હતી. આમાં પોલીસની તપાસ બાદ સોપારી આપીને આ હત્યાકાંડ કરાયો હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ઇરફાન પાડા, ઝાલોદના અજય કલાલ અને હરિયાણાથી ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડ ગુડાલાની ધરપકડ કરી હતી. ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના નાના ભાઇ અમિત કટારાનો આ હત્યામાં હાથ હોવાની ઇમરાનની કબૂલાત બાદ પોલીસ અમિતની શોધખોળમાં જોતરાઇ હતી. દરમિયાન પોલીસે ઇમરાનના બુધવારે જ 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. ત્યારે અમિત તેના વતન ચિત્રોડિયા ગામે આવ્યોની બાતમી દાહોદ એલસીબીને મળી હતી. જેથી પીઆઇ બી.ડી શાહ તેમજ સ્થાનિક પોલીસની ટીમ ચિત્રોડિયા ધસી ગઇ હતી. ત્યાં તપાસ દરમિયાન અમિત સબંઘીના ઘરમાંથી મળ્યો હતો.
અમિતને ડિટેઇન કરી દાહોદ લઇ આવી હતી. ત્યાં આરોગ્ય વિભાગની ટીમને બોલાવીને તેનો કોરોનાનો ટેસ્ટ કર્યો હતો. ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ અમિતની ઓનપેપર ધરપકડ કરવામાં આવી હતી. પુત્રની ધરપકડ થતાં પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા પણ દાહોદ ધસી આવ્યા હતાં. હવે શુક્રવારે પોલીસ અમિતને કોર્ટમાં ઓનલાઇન રજૂ કરશે. રાજકીય અદાવતમાં હત્યા કરાઇ હોવાનું તો સામે આવી ગયુ છે પરંતુ હત્યા પાછળનું ઠોસ કારણ કારણ જાણવા સાથે કેટલાની સોપારી અપાઇ હતી, આ ઉપરાંત બીજા અન્ય કોની-કોની સંડોવણી છે તે જાણવા માટે તેના રિમાન્ડની માગણી કરવામાં આવશે તેવુ સૂત્રોએ જણાવ્યું છે.
Related News
પ્રારંભ: કડાણા દાહોદ ઉદવહન સિંચાઇના નીરને સાંસદે પૂજા કરી વધાવ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કોરોના વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોરોનાની પ્રથમ રસી ડો. મોહીત દેસાઇને અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed