હિરેન પટેલ હત્યાકાંડ: ઝાલોદના હિરેન પટેલની હત્યામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડાશે નહી: ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝાલોદ4 કલાક પહેલા
- કૉપી લિંક

- ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઝાલોદમાં બેઠક કરી
ઝાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હિરેન પટેલની હત્યા કેસમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ કેસમાં જે કોઇ પણ સંડાવાયેલા હશે, તેને છોડવામાં નહી આવે. દાહોદ જિલ્લામાં પોતાના પ્રવાસના બીજા દિવસે ઝાલોદ ખાતે સ્વ. પટેલના પરિવારજનોને ફરી મળ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ATS ચીફ સહિતના સાથે પ્રદીપસિંહની બેઠક
જાડેજાની ગત્ત સપ્તાહની મુલાકાત બાદ સ્વ. હિરેન પટેલના પત્ની બિનાબેનનું પણ અવસાન થયું હતું. તેના પગલે જાડેજાએ આજે ફરી પટેલ પરિવારની મુલાકાત કરી શોકસંતૃપ્ત પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. પટેલ પરિવારની મુલાકાત બાદ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સંયુક્ત કમિશનર અમિત વિશ્વકર્મા, એટીએસના હિમાંશુ શુક્લા, નાયબ પોલીસ મહા નિરીક્ષક એમ. એસ. ભરાડા, પોલીસ અધીક્ષક હિતેશ જોયસર સહિતના અધિકારીઓ સાથે આ કેસ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે સ્વ. હિરેન પટેલ હત્યા કેસ સંદર્ભે તપાસ કરી રહેલ JCP ક્રાઇમ અમીત વિશ્વકર્મા , ATS DIG હિમાંશુ શુક્લ અને જિલ્લાના IG અને SP ની હાજરીમાં કેસની વિગતો મેળવી ને આરોપીઓ ઝડપથી પકડાય તેના માટે સૂચના આપી. pic.twitter.com/pLhuyaObrX
— Pradipsinh Jadeja (@PradipsinhGuj) December 26, 2020
ગુનેગારોને સજા અપાવવા તમામ રીતે તપાસ કરાશે
બેઠક બાદ એક નિવેદનમાં જાડેજાએ જણાવ્યું કે, સ્વ. હિરેન પટેલની હત્યાની ઘટનાના મૂળ સુધી જઇ, જેમાં હત્યાના સંભવિત કારણો, કોની સૂચનાથી હત્યા થઇ હોઇ શકે જેવા પાસાઓ ધ્યાને રાખી જેમણે પણ હત્યા કરી હોય કે કરાવડાવી હોય, તમામને સજાની પ્રક્રિયા હેઠળ લાવવામાં આવશે. પોલીસ દ્વારા આ કેસમાં તમામ પ્રકારના સાધનિક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.
6 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે
અત્રે યાદ અપાવવાનું જરૂરી છે કે, આ કેસમાં પોલીસ તંત્ર દ્વારા પહેલેથી જ સઘન તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલી રહી છે. તેની સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ટેક્નિકલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
Related News
પ્રારંભ: કડાણા દાહોદ ઉદવહન સિંચાઇના નીરને સાંસદે પૂજા કરી વધાવ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કોરોના વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોરોનાની પ્રથમ રસી ડો. મોહીત દેસાઇને અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed