હાશકારો: લીમખેડાના ખીરખાઈમા ગેસનો બોટલ લીકેજ થતા આગ લાગી પરંતુ કોઈ  ઈજા કે જાનહાનિ ન થઈ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાણીનો મારો ચલાવી સ્થાનિકોએ જ આગ બુઝાવી દીધી આગ લાગતા વિસ્તારમા દોડધામ મચી ગઈ

દાહોદ જિલ્લાના ખીરખાઈ ગામે રાંધણ ગેસનો બોટલ અચાનક લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી.જેથી ઘર સહિત વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આજરોજ ખીરખાઈ ગામે એક કાચા રહેણાંક મકાનમાં ઘરના મોભી જમવાનું બનાવતાં હતાં. આ દરમ્યાન અચાનક રાંધણ ગેસનો બોટલ લીકેજ થતાં જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ વિસ્તારમાં થતાં લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કેટલાંક જાબાઝો ઘર તરફ દોડી ગયાં હતાં અને પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને મોટી દુર્ઘટના થતી અટકી હતી.જો કે આ દુર્ઘટનામા કોઈ ને ઈજાઓ કે જાનહાનિ થઈ ન હોવાથી હાશકારો થયો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: