હાશકારો: દાહોદ જિલ્લાની સૌથી મોટી કોવિડ ઝાયડસ હોસ્પીટલમાં કોરોનોનો એક પણ દર્દી દાખલ નથી
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- બીજી લહેર શાંત થઇ જતાં 306 બેડનો કોવિડ વોર્ડ ખાલીખમ ડોક્ટર્સ સહિત તમામ કર્મચારીઓમાં આનંદની લહેર
દાહોદ જિલ્લામાં બીજી લહેરમાં તો કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. કેટલાયે પરિવારોમાં મોભીઓના મોત થઇ ચુક્યા છે. ત્યારે ઘણાં પરિવારો તો હજીયે શોકમાંથી બહાર આવી શક્યા નથી. હાલ કોરોના મામલે જિલ્લામાં રાહત છે કારણ કે શૂન્ય કેસ આવે છે. પરિણામે દાહોદની સરકારી ઝાયડસ કોવિડ હોસ્પીટલ ખાલીખમ થઇ જતાં તમામ સ્ટાફ પણ જાણે કોઇ વિકરાળ જગ્યાએથી બચીને આવ્યા હોય તેવો હાશકારો અનુભવી રહ્યા છે.
દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે કુલ 7112 વ્યક્તિઓ કોરોનાનો ભોગ બની ચુક્યા છે. તેમાંથી કોરોના અને કોરોના સહિતની વિવિધ બીમારીઓને કારણે 338 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી લહેરમાં ગામડાઓમાં કેસ વધવાને કારણે કુલ આંકડામાં ગ્રામ્ય વિસ્તારમાં 4093 અને શહેરી વિસ્તારોમાં 3019 કેસ નોંધાયા હતા.
પ્રથમ લહેરમાં કોરોનાના દર્દી શહેરી વિસ્તારમાંથી જ મહત્તમ મળતાં હતા અને મૃત્યુ પણ શહેરી વિસ્તારોમાં જ થતાં હતા પરંતુ બીજી લહેરમાં ચિત્ર બદલાઇ ગયુ હતુ. દાહોદમાં આવેલી ઝાયડસ હોસ્પીટલ સહિત કેટલીયે ખાનગી હોસ્પીટલને કોવિડ હોસ્પીટલ બનાવી દેવામાં આવી હતી.તેમ છતાં દાખલ થવા માટે કોરોનાના દર્દીઓએ દવાખાને દવાખાને ભટકવું પડતુ હતુ. ઓક્સિજન વાળા બેડ મળતાં ન હતા ત્યારે કેટલાયે દર્દીઓએ જાતે તો કેટલાકે મજબુરીમાં દાહોદ બહાર જઇને સારવાર લીધી હતી.
દાહોદની ઝાયડસ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓ માટે 306 પથારીઓનો વોર્ડ બનાવાયો હતો. જે કેટલાયે દિવસો સુધી હાઉસપુલ જ રહ્યો હતો. દવાખાનાની બહાર 108 તેમજ ખાનગી એમ્બ્યુલન્સીની કતારો જામતી હતી અને ક્યારે બેડ ખાલી થાય અને દાખલ થવા મળે તેના માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. ક્યારેક તો પોતાને જીવવા માટે બીજાની મરવાની રાહ જોવી પડે તેવી કરુણ સ્થિતિનું સર્જન થયુ હતુ.
હાલમાં શહેરની તમામ ખાનગી હોસ્પીટલો પરથી કોવિડ હોસ્પીટલના પાટિયા ઉતરી ગયા છે તેમજ જિલ્લાની સૌથી મોટી ઝાયડસ કોવિડ હોસ્પીટલમાં આજે કોરોનાનો એક પણ દર્દી દાખલ થયેલો નથી. જેથી આ દવાખાનાના તબીબો, પેરામેડીકલ સ્ટાફ અને સફાઇકર્મીઓ પણ રાહત અનુભવી રહ્યા છે.
બજારોમાં ફરીથી ભીડ જામી રહી છે તેમજ લોકો નિશ્ચિંત થઇ ઘણી વાર કોરોના માર્ગદર્શિકા પણ ભુલી રહ્યા છે. ત્યારે ફરીથી એ જ કપરા દિવસો ન આવે તે નાગરિકોના જ હાથમાં છે તે સમજી લેવુ અતિઆવશ્યક છે. કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી આગાહી પણ થઇ રહી છે તેમ છતાં રાખવામાં આવતી બેફિકરાઇ ફરીથી દુષ્કર દિવસોમાં ન લઇ જાય તેના માટે સહિયારો પ્રયાસ જ જરુરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed