હાલાકી: ફતેપુરાથી વાયા ઢઢેલા-ઝાલોદનો રસ્તો બિસમાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ફતેપુરાથી રાજસ્થાન બોર્ડરને જોડતો માર્ગ ડબલ ટ્રેક બનાવવાની પ્રબળ માગ
  • માર્ગ પર ઠેર ઠેકાણે ખાડાઓ હોય મુસાફરો ભારે હાલાકી

ફતેપુરાથી વાયા ઢઢેલા ઇટાબારા થઇ ગરાડુ ઝાલોદ તેમજ ફતેપુરાથી વાયા સલરા બટકવાડા થઇ સંતરામપુરના માર્ગ પર ઠેર ઠેકાણે ખાંડાઓ પડી જતા મુસાફરોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ફતેપુરાથી ગરાડુ ઝાલોદ અને ફતેપરાથી બટકવાડા સંતરામપુર બન્ને જીલ્લાઓને જોડતા આ માર્ગને ડબ્બલ ટ્રેક બનાવી અત્યંત આધુનિક સુવિધાજનક રોડનુ નિમાર્ણ કરી દાહોદ અને મહિસાગર બન્ને જીલ્લા તેમજ ફતેપુરા તાલુકાને અડીને આવેલ રાજસ્થાન બોર્ડરને જોડતો આ માર્ગ ડબ્બલ ટ્રેક બનાવી લોક ઉપયોગી નવિન માર્ગનુ નિમાર્ણ કરવા લોકોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

ફતેપુરાથી બન્ને તાલુકાને જોડતા આ માર્ગો સાવ જર્જરીત થીંગડા મારેલા સિંગલ પટ્ટી હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ફતેપુરા તાલુકાના વિકાસ માટે સરકાર આ માર્ગને ડબ્બલ ટ્રેક બનાવી બન્ને જીલ્લા અને રાજસ્થાન બોર્ડરને જોડતો આ માર્ગ સુવિધાજનક બનાવાય તે અત્યંત જરૂરી છે. આ માર્ગને ડબ્બ ટ્રેક બનાવવા માટે તાલુકાના લોકોએ ધારાસભ્ય, જીલ્લાના સાંસદ, માર્ગ મકાન મંત્રીને લૈખિત ફરિયાદ કરી લોક માંગ સંતોષવા રજુઆત કરી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: