હાલાકી: દાહોદમાં નેટવર્કના ધાંધિયાથી લોકો પરેશાન
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
- છેલ્લા 2 દિવસથી સરકારી કંપની બીએસએનએલની સેવાઓ સાવ કથળી ગઇ છે
દાહોદમાં છાશવારે બીએસએનએલ સહિતની કંપનીના નેટવર્કના ધાંધિયા સર્જાય છે. છેલ્લા બે દિવસથી સરકારી કંપની બીએસએનએલની સેવાઓ એકદમ કથળી છે. દાહોદમાં સોમવારની રાતે ગોવિંદનગર જેવા વિકસિત અને ભરચક વિસ્તારમાં સમી સાંજે બનેલ લૂંટના બનાવ વખતે નેટવર્કના ધાંધિયા હોઈ સ્થાનિકો દ્વારા ઝડપથી એકમેકનો સંપર્ક શક્ય નહીં બનતા લૂંટારાઓને ભાગવામાં વધુ સમય મળ્યો હોવાની પણ લોકચર્ચા છે. આ કથળેલી સેવાઓથી લોકો ત્રાસી ગયા છે.
આ સરકારી કંપની પાસે પુરતો સ્ટાફ ન હોવાથી વારંવારની તકલીફો થતી હોવાની વાત પણ લોકો ચર્ચી રહ્યાં છે. મોટાભાગના ગ્રાહકો પાસે પ્રિપેઈડ કાર્ડ છે ત્યારે દિવાળી જેવા મહાપર્વ ટાણે ખરા સમયે વેપારધંધાથી લઈ ઈ-ફોર્મ, બેન્કિંગ, ઓનલાઈન શિક્ષણ સહિતની અનેક સિસ્ટમો ખોરવાઈ જાય છે. દાહોદમાં અવારનવાર સર્જાતી ધાંધિયાની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી માગ ઉઠવા પામી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed