હાલાકી: દાહોદના ગૌશાળા રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ, પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરી સફાઈ કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના અનાજ માર્કેટ નજીકના વિસ્તારમાં આવેલ બપોરના સમયે ગટરો ઉભરાતા આવાગમન કરતા લોકો સહિત વેપારીઓ ગંદકી અને દુર્ગંધથી ત્રસ્ત બન્યા હતા. દાહોદના એ.પી.એમ.સી.ની બહારના ભાગે દાહોદ હિન્દુ મહાજન ગૌશાળા વિસ્તારમાં અનેક પેઢીઓ આવેલી છે ત્યાં લાંબા સમયથી ગટરોની સફાઈ નહીં થતા તા.8-1-’20 ને શુક્રવારે બપોરના સમયે કોઈક કચરો અટવાતા ગટર ઉભરાઈ હતી. ઉભરાયેલી ગટરના લીધે સમગ્ર વિસ્તાર જોતજોતામાં ગંદા પાણીની સાથે કચરા ને માથું ફાડી નાખે તેવી દુર્ગંધથી અસરગ્રસ્ત બન્યો હતો. જેને લઈને આ વિસ્તારનો ધમધમતો ટ્રાફિક થોડા સમય માટે જાણે કે થંભી ગયો હતો. બાદમાં દાહોદ પાલિકાના કર્મચારીઓને આની જાણ થતા તેઓએ આવીને સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન આરંભતા વિસ્તાર પુન: સ્વચ્છ બનતા લોકોમાં હાશકારો થયો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: