હાલાકી: કડાણા લાઈનના કામમાં પાઈપ ફાટતાં પાણીનો વેડફાટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદમાં ચાલતા ખોદકામ દરમ્યાન પાણીની પાઈપ ફાટી હતી.
- દાહોદ શહેરમાં વિકાસકાર્યો દરમિયાન જે તે વિસ્તારમાં રસ્તો બંધ હોવાની સૂચના આગળથી અપાય તેવી લાગણી
દાહોદના નેતાજી બજારમાં કડાણા લાઈન નાખતી વેળા જે.સી.બી. વડે પીવાના પાણીની વર્તમાન પાઈપ ફાટતાં સેંકડો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થયો હતો. ગુરુવારે દાહોદના નેતાજી બજારમાં કડાણાની લાઈન માટે થતા ખોદકામ દરમ્યાન અગાઉની પાણીની પાઈપ ફાટી જતાં માત્ર કલાક જેટલા સમયમાં જ સેંકડો લીટર પીવાનું સ્વચ્છ પાણી વેડફાઈ ચુક્યું હતું. તેના લીધે સમગ્ર ઉંડા ખાડો પાણીથી લથપથ થતા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત કરનાર કંપનીના કર્મીઓએ તેના રીપેરીંગનું કામ હાથ ધરી પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ અટકે તે માટે સત્વરે સમારકામની કામગીરી હાથ ધરીને આ સ્થળે ખાડામાંથી પાણી ખેંચવાની મોટર ગોઠવી પાણી બહાર કાઢવાના પ્રયત્નો આદર્યા હતા.
આ સમયે બજારના મોટાભાગના વેપારીઓ પણ કૂતુહલતાથી ઉંડા ખાડામાં થતા રીપેરીંગની કાર્યવાહી જોવા દુકાનની બહાર આવી ગયા હતા. દાહોદના ગોદીરોડથી લઇ ગરબાડા રોડ કે પડાવથી લઇ દેસાઈવાડ સુધીના બહુધા વિસ્તારોમાં હાલમાં કડાણાના પીવાના પાણીની લાઈન, વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપલાઈનો સહિતના વિવિધ વિકાસકાર્યો કાજે ચાલતા ખોદકામથી જે તે વિસ્તારમાં અસ્તવ્યસ્ત રસ્તા થવા સાથે કોરોનાના સમયે ધૂળ, કાદવનું સામ્રાજ્ય ફેલાય છે. પોતાના વિસ્તારમાં વિકાસકાર્ય ચાલતું હોય ત્યારે પ્રજા પણ બધા મોરચે સહયોગ આપે જ છે ત્યારે તંત્ર દ્વારા જે વિસ્તારમાં ખોદકામ ચાલતું હોય તેના બંને છેડે આગળથી જ ‘’આ માર્ગ બંધ છે’’ તેવી સૂચના મુકવામાં આવે તો લોકોને રસ્તો બંધ હોવાની આગોતરી જાણ થતા ધરમધક્કો ના પડે! અડધે રસ્તે આવી ગયા બાદ આગળનો રસ્તો બંધ હોવાની જાણ થયાં બાદ પાછા વળવામાં લોકોને ખૂબ તકલીફ ઉભી થાય છે.
મુખ્ય માર્ગોએ અને ગલીઓમાં ચાલતા આ ખોદકામ થકી ખાસ કરીને ઉંમરલાયક લોકોને શારીરિક તકલીફ થવા સાથે વેપારીવર્ગને આર્થિક ફટકો પડતો હોઈ આ ખોદકામ અને પુરણકામની પ્રક્રિયા રાત દરમ્યાન કરવામાં આવે તે હિતાવહ હોઈ અનેક જાગૃત નગરજનોએ આ બાબતે સત્વરે ઘટતું તે કરવા લાગણી વહેતી કરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed