હવામાન: દાહોદ શહેરમાં બપોરે તાપમાનનો પારો 26 ડિગ્રી નોંધાતાં ગરમી વધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

છેલ્લા બે દિવસથી દાહોદ શહેરમાં સવારે અને મોડી રાત્રે તાપમાનનો પારો ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળે છે તો બપોરના સમયે પારો ઉંચો જતાં ગરમીનું પ્રમાણ પણ નોંધનીય માત્રામાં જોવા મળે છે. અને વળી સતત બે દિવસથી રાતના માવઠું કહી શકાય તેવા કમોસમી વરસાદની પણ એન્ટ્રી પડે છે.

છેલ્લા બે દિવસથી દાહોદમાં ત્રણેય ઋતુ એકસાથે નોંધાતા નગરજનોને સ્વેટર અને શાલની સાથે વરસાદ આવતાં રેઈનકોટ કે છત્રીનો પણ સહારો લેવા મજબૂર થવું પડે છે. મંગળવારે તાપમાનનો પારો 26 ડિગ્રી નોંધાયો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: