હરતો ફરતો કેળવણી રથ: બાળકો શાળાએ જઇ શકતા નથી ત્યારે દાહોદના અંતરિયાળ ગામના ફળિયે ફળિયે એક શાળા જાતે પહોંચે છે બાળકો સુધી
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- When The Children Cannot Go To School, A School In The Hinterland Of The Hinterland Of Dahod Reaches The Children By Itself
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર બાળકો સુધી શિક્ષણ પહોંચાડી રહ્યાં છે
- શાળાના અન્ય શિક્ષકો પણ પ્રોજેક્ટરથી બાળકોને આપી રહ્યાં છે ડિજિટલ શિક્ષણ
કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે બાળકો શાળાએ જઇ શકતા નથી ત્યારે શાળા સામે ચાલીને બાળકોના ફળિયે આવે તો? આ વાતને દાહોદના એક પ્રાથમિક શિક્ષકે મોબાઇલ સ્કુલ દ્વારા ફળિયે ફળિયે જઇને બાળકો સુધી શિક્ષણ પહોંચાડી શક્ય બનાવી છે અને તે મોબાઇલ સ્કુલને નામ આપ્યું છે ‘હરતો ફરતો કેળવણી રથ’ દેવગઢ બારીયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું રૂવાબારી મુવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક સંજયકુમાર ચૌહાણે ગાંઠને પૈસે લાવેલી ગાડીને મોબાઇલ સ્કુલ બનાવી છે અને તેને કેળવણી રથ એવું નામ આપ્યું છે. આ હરતી ફરતી શાળા ગામના 340 પ્રાથમિક શાળામાં ભણતા બાળકો સુધી શિક્ષણના ઓજસ પહોચાડવાનું કામ કરે છે. તેમના સાથી શિક્ષકો પણ તેમના આ કામમાં ઘણા મદદરૂપ બન્યાં છે. સંજયકુમાર રોજ સવારે કેળવણી રથ લઇને ફળિયે ફળિયે શિક્ષણ આપવા નીકળી પડે છે. કેળવણી રથને જે રીતે તૈયાર કરવામાં આવ્યો છે તે જોઇને બાળકોને તેમના વર્ગખંડની ઉણપ લાગતી નથી અને હોંશે હોંશે બાળકો ભણવા આવી જાય છે. સંજયકુમારે તેમની ગાડીની ઉપર તેમણે તૈયાર કરેલા લર્નીગ મટીરીયલ (અભ્યાસ સામગ્રી) સરસ રીતે લગાડયા છે કે બાળકો રસપૂર્વક ગણિત-વિજ્ઞાન- ભાષા-વ્યાકરણની આંટીઘુટીઓને સમજે. તેમણે ધોરણ 01 થી 08 સુધીના વિવિધ વિષયોના પ્રોજેક્ટ-લર્નીગ મટીરીયલ જાતભાતના રંગો અને અવનવી ડિઝાઇનથી બનાવ્યા છે અને તેના ઉપયોગથી કેળવણી રથ તૈયાર કર્યો છે.
કેળવણી રથમાં ગણિત-વિજ્ઞાનનાં અટપટા નિયમોને સમજવા માટે જાદુઇ ઢીંગલી-ટોય બોક્ષ સહિતના રમકડા તૈયાર કરીને રાખવામાં આવ્યા છે. જેથી બાળકો રમત રમતમાં આવા નિયમોને સમજી શકે. છે ને અદભૂત વિચાર! બાળકોને વિવિધ વિષયોને સમજી શકે એ માટે તેમણે જાતભાતના આઇડીયા લગાવીને આવા તો અનેક પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. જેમ કે ગતિના પ્રકારો, મણકા દ્વારા અવયવ શોધવાની પ્રવૃતિ, વિદ્યુત પરિપથના કેટલાક ઘટકો માટેની સંજ્ઞાઓ, મૂળાંકના વિવિધ પ્રકારો વગેરે. આવા ગંભીર અને સમજવામાં અઘરા વિષયોની તેમણે સરળ સમજૂતીઓ તૈયાર કરી છે.
સંજયકુમારની ઉંમર 32 વર્ષની છે. તેઓ છેલ્લા સાત વર્ષથી અહીંની રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળા ખાતે ભણાવે છે. સંજયકુમાર કેળવણી રથના વિચાર વિશે જણાવતા કહે છે કે, ‘મેં બાળકો અઘરા વિષયો સરળતાથી અને રસપૂર્વક સમજી શકે એ માટે લર્નીગ મટીરીયલ્સ તૈયાર કર્યા હતા. પરંતુ કોરોનાના કારણે શાળાઓ બંઘ રહેતા તેનો કંઇ ઉપયોગ થતો નહોતો. બીજી તરફ બાળકોને ફળીયા શિક્ષણ પણ શરૂ કર્યું હતું. ત્યારે મને અચાનક વિચાર આવ્યો કે કેમ નહીં મારી ગાડીથી જ બાળકો સુધી લર્નીગ મટીરીયલ પહોંચાડું તો અને બાળકોએ પણ ખૂબ ઉમંગથી કેળવણી રથને વધાવી લીધો છે.’
રૂવાબારી પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોએ પણ બાળકો સુધી શિક્ષણ પહોંચતુ કરવા કમર કસી છે. તેમની પાસેના બે લેપટોપ-પ્રોજેક્ટરની મદદથી તેઓ જે તે ફળીયામાં જ ડિજિટલ કલાસરૂમ બનાવી દે છે અને બાળકોને સરસ રીતે ભણાવે છે. તેમણે પોતાની શાળામાં પ્રયોગશાળા પણ બનાવી છે. તાજેતરમાં દેશમાં યોજાયેલા ટોય ફેરમાં દાહોદની રૂવાબારી પ્રાથમિક શાળાનાં રમકડાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચયા હતા. આ ઉપરાંત રાજયકક્ષાના ઇનોવેશન ફેર સહિતની ઘણી સ્પર્ધાઓમાં તેમની શાળા અગ્રસ્થાને આવી છે. કોરોનાએ શાળાઓ બંઘ કરાવી છે પણ અહીંની શાળાના શિક્ષકોએ શિક્ષણકાર્યને અટકવા દીધું નથી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed