હથિયારનો વેપલો: ધાનપુરના પીપરગોટામાં રહેણાંક મકાનમા સંતાડેલી બંદૂક અને જીવતા કારતૂસ ઝડપાયા

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બાતમીના આધારે પોલીસે શખ્સને ઝડપી પાડી પૂછપરછ કરતા ભાંડો ફુટયો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પુછતાછ કર્યા પછી તેના ધરેલી બાર બોરની બંદુક તથા બાર બોરના જીવતાં કારતૂષ નંગ.07 સાથે કુલ રૂા.10,700 નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમને જેલના સળીયા પાછળ ધકેલી દીધાનું જાણવા મળે છે.

ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે પીપરગોટા ગામે ગામ ફળિયામાં રહેતો તેરસીંગભાઈ રાયસીંગભાઈ ડાંગીને ધાનપુર પાલીસે ઝડપી પાડ્યો હતો . તેની ઘનિષ્ઠ પુછપરછ બાદ તેના ઘરે તપાસ હાથ ધરી હતી. આ તેરસીંગભાઈના ઘરેથી પોલીસને તપાસ દરમ્યાન ઘરમાં સંતાડીને મુકી રાખેલ બાર બોરની બંદુક કિંમત રૂા.10 000 તથા બાર બોરના જીવતા કારતૂષ નંગ. 7કિંમત રૂા.700 મળી પોલીસે કુલ રૂા.10,700નો મુદ્દમાલ કબજે કર્યો હતો. પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ આર્મ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: