હત્યાનો ભેદ ઉકેલાયો: દાહોદમાં અઠવાડિયા પૂર્વે મળી આવેલી યુવકની લાશ હત્યા કરી ફેંકી દેવાઈ હોવાનો ઘટસ્ફોટ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ34 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • જૂની અદાવતના કારણે હત્યા નિપજાવ્યાનો ખુલાસો યુવકને મળવા બોલાવી હત્યા નિપજાવ્યાનો ખુલાસો

દાહોદ તાલુકાના બોરવાણી ગામે જંગલ વિસ્તારમાં રેલવે પાટાની નજીકથી એક સપ્તાહ પૂર્વે મળી આવેલી એક યુવકની લાશ હત્યા કરી ફેંકી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સવારના સાત વાગ્યે બોરવાણી ગામે ખાયા ફળિયાના જંગલમાં રેલ્વે લાઈનની નજીકમાં રામપુરા ગામના મેડા ફળિયામાં રહેતા રમુડાભાઈ મનસુખભાઈ મેડાની લાશ મળી આવી હતી..મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા.

આ સમગ્ર ઘટના સંદર્ભે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો મળતાં દાહોદ તાલુકા પોલીસ તેમજ સાથે દાહોદ એલ.સી.બી.પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે દાહોદ તાલુકાના રામપુરા ગામે રહેતી સુરતાબેન વસનભાઈ ભુરીયાની સઘન પુરછપરછ કરતાં ઘટનાની હકીકત પરથી પડદો ઉચકાયો હતો. આ મહિલા દ્વારા કબુલાત કરાઈ હતી કે, મૃતક રમુડાભાઈ તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા ઝઘડો થયો હતો. આ બાબતે પંચ પણ ભેગુ કરવામાં આવ્યું હતું જ્યારે રૂપિયા આપવાનું નક્કી થયું હતુ. પરંતુ મૃતક રમુડાભાઈએ મહિલા સુરતાબેનને રૂપીયા ન આપતાં આ બાબતે તેમજ સમાજમાં ઈજ્જત જવાની લીધે આ મહિલાએ દ્વેષભાવ રાખી રમુડાભાઈને મારી નાંખવાનું નક્કી કર્યું હતું. અને તારીખ ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મૃતક રમુડાભાઈને મળવા બોલાવી દેશી હાથ બનાવટના તમંચા વડે ગોળી મારી તેમજ બોથડ પદાર્થ વડે શરીરે, પેટના ભાગે તેમજ છાતીના ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. લાશનો નિકાલ કરવા તથા મૃતકની લાશનો નિકાલ કરવા માટે સહ આરોપી વસનભાઈ રમસુભાઈ ભુરીયા (રહે.રામપુરા) દ્વારા હત્યામાં વપરાયેલ દેશી હાથ બનાવટનો દેશી તમંચો લઈ આપ્યો હતો. આ ઘટનામાં વધુ બે વ્યક્તિઓ દ્વારા લાશને સગેવગે કરવામાં મદદગારી કરી હોવાનું પણ પોલીસની તપાસમાં સામે આવતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: