હત્યાનો પર્દાફાશ: સાવધાન ઇન્ડિયા જોઈને હત્યાનું કાવતરું ઘડ્યું, એક લાખ પાછા નહીં આપવા દાહોદનાં 17 વર્ષના સગીરે 14 -15 વર્ષના બે મિત્રો સાથે મળી હત્યા કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર: હત્યાનો ભોગ બનનાર જગદીશ.
- સગીરોને હિંસક બનાવી રહી છે ક્રાઇમ સીરિયલો
- જગદીશ 20 હજાર રૂપિયાના વ્યાજ સાથે એક લાખની માગણી કરતો હતો
- ડિવાઇડર વચ્ચે સોનું દાટ્યું છે તેમ કહી જગદીશને લઇ જવાયો હતો
- એલસીબી-પેરોલ ફર્લોએ ગણતરીના કલાકોમાં ભેદી હત્યાનો ભેદ ઉકેલ્યો
દાહોદ પાસેના નાનીસારસી ગામે અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર મંગળવારે સવારે દાહોદના નાના ડબગરવાડ વિસ્તારના 19 વર્ષિય યુવકની ગળે ઘા મારેલી સળગાવી દેવાયેલી લાશ મળી હતી. એલસીબીએ તલસ્પર્શી તપાસ બાદ આ પ્રકરણમાં દાહોદના જ 17,15 અને 14 વર્ષિય કિશોરને ઝડપી પાડ્યા હતાં. હત્યામાં ત્રણ કિશોરની સંડોવણી સામે આવી હતી. સગીર આરોપીઓએ ‘સાવધાન ઇન્ડિયા’ જોઈને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મૃતકે શહેરમાં જ રહેતાં એક 17 વર્ષિય કિશોરને આઠ માસમાં ટુકડે-ટુકડે વ્યાજ ઉપર 20 હજાર આપ્યા હતાં. વ્યાજ સાથે માંગેલા લાખ રૂપિયા આપવા ના પડે તે માટે તેની હત્યાનું પ્લાનિંગ કરીને 17 વર્ષિય કિશોરે 14 અને 15 વર્ષની ઉમરના ખાસ મિત્રોને પોતાની સાથે રૂપિયાની લાલચ આપીને લીધા હતાં. હત્યાના પ્લાનિંગના ભાગ રૂપે ત્રણે કિશોર સપ્તાહ પહેલાં જ ડિવાઇડરની વચ્ચે નાની તલવાર ખાડો ખોદીને સંતાડી આવ્યા હતાં. સોમવારે રાત્રે પોતે હાઇવે ઉપર સોનુ દાટી રાખ્યું છે અને તે આપીને ચુકવણુ કરવાનું કહી મૃતકને બોવાલી હત્યા કરી નાંખી હતી. તાલુકા પોલીસે વધુ પૂછપરછ માટે કોર્ટમાંથી પરવાનગી મેળવવાની કાર્યવાહી કરી છે.
દાહોદ શહેરના નાના ડબગરવાડ વિસ્તારના 19 વર્ષીય જગદીશ દેવડાએ શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતાં 17 વર્ષીય કિશોરને આઠ માસ દરમિયાન 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતાં. વ્યાજ સાથે એક લાખ રૂપિયા થઇ ગયા હોવાનું કહીને જગદીશ ઉઘરાણી કરતો હતો. જેથી 17 વર્ષીય કિશોરે તેની હત્યાનું કાવતરું ઘડીને દાહોદ શહેરમાં જ રહેતાં તેના 14 અને 15 વર્ષના બે મિત્રોને સાથે લીધા હતાં. એક સપ્તાહ પહેલાં જ 17 વર્ષીય કિશોર બંને મિત્રો સાથે જઇ્ને હાઇવેના ડિવાઇડર વચ્ચે નાની તલવાર દાટી આવ્યો હતો. 22 તારીખની રાત્રે 17 વર્ષીય કિશોરે વ્યાજના 2 હજાર આપવા જગદીશને ઇન્દોર રોડ સ્થિત પોલીસ ચોકી નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો.
તેણે હાઇવે ઉપર સોનું દાટી રાખ્યું છે તે કાઢીને બધા રૂપિયા આપી દેવાનું જણાવી જગદીશને તેની સાથે હથોડી લઇને આવવાનું જણાવ્યું હતું. રાતના દસેક વાગ્યે પોલીસ ચોકી પાસે ગયેલા જગદીશને બે હજાર રૂપિયા વ્યાજના આપીને હાઇવે ઉપર ચા પીવા ગયા હતાં. દરમિયાન 14 અને 15 વર્ષીય કિશોર પણ હાઇવે પહોંચી જઇને તેમની સાથે જોડાયા હતાં. પરત આવતી વખતે 17 વર્ષીય કિશોરે લઘુશંકાનું બહાનું કાઢયું હતું. આથી નાની સારસી ખાતે હાઇવે ઉપર રોકાયા હતાં. ડિવાઇડર વચ્ચે જઇને ત્યાં સોનું દાટ્યું હોવાનું જણાવ્યયું હતું.
આ વખતે જ તકનો લાભ લઇને જગદીશની જ હથોડીથી તેના માથે પ્રહાર કરવા સાથે નાની તલવારથી ગળું કાપી નાખવામાં આવ્યું હતું. ત્યાંથી ભાગી ગયા બાદ પેટ્રોલ લઇને પાછા આવીને તેનો મૃતદેહ બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એલસીબી પીઆઇ બી.ડી શાહ અને પેરોલ ફર્લો પીએસઆઇ એમ.આઇ સિસોદીયા દ્વારા કુનેહથી ગણતરીના કલાકોમાં આ કરપીણ હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. જગદીશ હત્યા કરનાર આ ત્રણે સગીરોને તાલુકા પોલીસ મથકે સોંપી દેવામાં આવ્યા હતા. જ્યાંં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઘટનાનું શુક્રવારે રિકન્સ્ટ્રક્શન કરાશે
દાહોદ તાલુકા પોલીસને સોંપી દીધા છે. ત્રણેએ આ હત્યાને કઇ રીતે અંજામ આપ્યો હતો તે અંગેનું રિકન્સ્ટ્રક્શન શુક્રવારના રોજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
દાહોદ શહેરમાં જ રહેતાં ત્રણે કિશોરે હત્યાની કબૂલાત કરી લીધી છે. એલસીબીએ ત્રણે કિશોરને દાહોદ તાલુકા પોલીસને સોંપી દીધા છે. ત્રણેએ આ હત્યાને કઇ રીતે અંજામ આપ્યો હતો તે અંગેનું રિકન્સ્ટ્રક્શન શુક્રવારના રોજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હત્યામાં વપરાયેલી નાની તલવાર અને જગદીશનો મોબાઇલ પણ જપ્ત કરવાનો બાકી હોવાથી તે અંગેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
હત્યા કરવામાં કયા કિશોરે શું ભાગ ભજવ્યો
17 વર્ષીય કિશોર
લઘુશંકાના બહાને ઉભા રહી ડિવાઇડર વચ્ચે જઇને જગદીશની હથોડીથી સોનું કાઢવા ખાડો ખોદવાનો ડોળ કરી જગદીશના માથે હથોડીના 3 ઘા માર્યા. 14 વર્ષીય કિશોર પાસેથી કટાર લઇ ગળું કાપી નાખ્યું.
14 વર્ષીય કિશોર
17 વર્ષીય કિશોરે હથોડી ઝીંકી ત્યારે પીઠ ઉપર કટારના 3 ઘા માર્યા, પેટમાં પણ ઘા માર્યા પરંતુ જેકેટને લીધે ગંભીર ઇજા ન થઇ. જગદીશે બૂમાબૂમ કરતાં મોં દાબી દીધું ત્યારે જ 17 વર્ષીય કિશોરે ગળું કાપ્યું.
15 વર્ષીય કિશોર
17 અને 14 વર્ષીય કિશોર ઘા મારતા હતા ત્યારે બેકાબૂ જગદીશને કાબૂમાં કરવા માટે બંને પગ પકડ્યા, જગદીશને બાળી નાખવા માટે પેટ્રોલ પંપ ઉપર જઇને 50 રૂપિયાનું પેટ્રોલ ખરીદી લાવ્યો.
સગીરોને હિંસક બનાવી રહી છે ક્રાઇમ સીરિયલો
જગદીશની હત્યાના મુખ્ય સૂત્રધાર 17 વર્ષીય કિશોર સાવધાન ઇન્ડિયા સીરિયલ જોવાનો શોખીન હતો. આ સીરિયલમાં કઇ રીતે ગુનાઇત કૃત્ય આચરાય છે અને કઇ રીતે પોલીસ આરોપીઓને પકડે છે તે કિસ્સા બતાવવામાં આવે છે. કિશોરે સીરિયલ ઉપરથી જગદીશની હત્યા કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.
વધુ રૂપિયાની લાલચ આપીને બંને સગીર મિત્રોને પોતાની સાથે ભેળવ્યા હતાં. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે ક્રાઇમ પ્લોટ તૈયાર કરીને તેના ભાગ રૂપે પહેલેથી જ હાઇવેના ડિવાઇડર વચ્ચે હથિયાર મૂકી આવવા સાથે જગદીશને હાઇવે ઉપર લઇ જઇને હત્યા કરીને મૃતદેહ સળગાવવાથી માંડીને તેનું મોપેડ કચરા ડેપો સામે ટાંકી પાસે મુકી આવી બિન્ધાસ્ત ફરવા સુધીનો પ્લાન આ ત્રણે સગીરોએ ઘડી કાઢ્યો હતો. સીરિયલ જોઇને હત્યાનું પ્લાનિંગ તો કર્યુ હતું.પરંતુ તે એ ભૂલી ગયો હતો કે ગુનો કર્યા બાદ સીરિયલમાં આરોપી અવશ્યપણે પકડાઇ જ જાય છે. ઘણા મનોમંથન બાદ લાખ રૂપિયા ન આપવા પડે તે માટે જગદીશનો કાંટો કાઢી નાખવાનો વિચાર કર્યો હતો.
રાત્રે હત્યા બાદ ત્રણે કિશોરોએ શું-શું કર્યુ
ઘાતકી હત્યા કર્યા બાદ 17 વર્ષીય કિશોરે જગદીશનું પર્સ કાઢી લીધું હતું. તેમાંથી દોઢસો રૂપિયા નીકળ્યા હતાં. આ પૈસાથી જ હોટલ બાલાજી નજીકથી પાણીની ચાર બોટલ ખરીદીને લોહીવાળા હાથ અને મોઢું ધોઇ નાખ્યુ હતું. ત્યાર બાદ પડાવમાંથી માચીસ ખરીદ્યા બાદ 50 રૂપિયાનું પેટ્રોલ ખરીદી પુન: ઘટના સ્થળે જઇ જગદીશના મૃતદેહને આગ ચાંપી દીધી હતી.
આ પછી 17 વર્ષીય કિશોર જગદીશનું મોપેડ લઇને પોતાના ઘરે જઇને લોહીવાળા કપડા બદલી આવ્યો હતો. બાદ એ કપડાં મહેન્દ્રા શો રૂમ આગળ ફેંકી દીધા હતા અને જગદીશનું મોપેડ કચરા ડેપો પાસે મૂકીને ત્રણે પોતાના ઘરે રવાના થયા હતાં. બીજા દિવસે જાણે કંઇ ન બન્યું હોય તેમ બિન્ધાસ્ત ફર્યા હતા. બધા મિત્રોને પોલીસે બોલાવ્યા હતા તેમ આ ત્રણેને પણ તેડ્યા હતા. વાલી સાથે આવ્યા બાદ પોલીસે ત્રણેની જુદી- જુદી પુછપરછ કરી હતી.
ફોટોગ્રાફી અને મોજશોખ માટે રૂપિયા લીધા હતા
17 વર્ષીય કિશોર પોતાની માતા સાથે શાકભાજીની દુકાને બેસતો હતો. તેણે ફોટોગ્રાફીનો શોખ પોષવા તેમજ મોજશોખ માટે જગદીશ પાસેથી છેલ્લા 8 માસમાં ટુકડે-ટુકડે 20 હજાર વ્યાજે લીધા હતાં. વ્યાજ સાથે જગદીશ એક લાખ માંગતો હોવાથી તેની હત્યા કરી હતી.
ભેદ કલાકોમાં કઇ રીતે ઉકેલાયો
હત્યાની ગંભીરતા જોઇને રેન્જ ડીઆઇજી એમ.એસ ભરાડાની સૂચનાથી SP હિતેશ જોયસર, ASP શેફાલી બરવાલે ઘટના સ્થળે ગયા હતા. એલસીબી પી.આઇ બી.ડી શાહ,PSI પી.એમ મકવાણા, પેરોલ ફર્લો PSI એમ.આઇ સિસોદીયા અને સ્થાનિક પોલીસ તપાસમાં જોતરાઇ હતી. એલસીબી PI શાહે બાતમીદાર અને ટેકનિકલ સોર્સ અને સોશિયલ મીડીયાનો ઉપયોગ કરતાં ગણતરીના કલાકોમાં ત્રણે કિશોર પોલીસના રડારમાં આવી ગયા હતાં. ઘનિષ્ઠ પૂછપરછ કરતાં ત્રણેએ ગુનાની કબૂલાત કરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed