હડતાલ: દાહોદ જિલ્લામાં ખાનગીકરણના વિરોધમાં સરકારી બેન્કોમાં હડતાલથી કરોડોનું ક્લિયરિંગ ઠપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • આવતીકાલે પણ હડતાલ હોવાથી ગ્રાહકોને હાલાકી પડશે બેન્કના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં

સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સમગ્ર દેશના બેન્ક કર્મચારીઓએ બે દિવસીય હડતાળનું સશ્ત્ર ઉગામવ્યું છે. જેમાં દાહોદ જિલ્લામાં પણ તમામ બેન્કો

બંધ રહેતાં બેન્કોના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે અને આવતીકાલે 16મી એમ બે દિવસ બેન્કો બંધ રહેવાના સમાચારો મળતાં

જિલ્લાવાસીમાં બેન્ક ખાતેદારો અને ખાસ કરીને વેપારી વર્ગ અને રોજીંદા બેન્કોના કામકાજમાં સંકળાયેલા લોકોને ભારે પરેશાન થવું પડ્યું હતું.

દેશભરના 10 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જોડાયા

સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેન્ક કર્મચારીઓના 9 યુનિયનની એકછત્રી સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા 15મી અને 16મી માર્ચના

રોજ દેશવ્યાપી હડતાળનું આહ્વાવાન કરવામાં આવ્યું છે. જેને પગલે આજે સોમવારે અને આવતીકાલે મંગળવારે દેશભરની સરકારી બેન્કોમાં કામકાજ ખોરવાઈ

ગયો છે. તેમજ દેશભરના 10 લાખ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જોડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગ્રામીણ પ્રજાને આ બાબતની જાણ ન હોવાને કારણે બેન્કના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો

દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ આ બે દિવસીય બેન્ક હડતાળના કારણે વેપારી વર્ગ, દુકાનદાર, વ્યવસાય, રોજગાર ધંધો કરતાં અને રોજીંદા નાણાંકીય

વ્યવહારો કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ બેન્કોના ક્લિયરિંગ પણ અટવાયાં હતાં. ખાસ કરીને દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય

ધરાવતો જિલ્લો છે. તેમાંય આસપાસની ગ્રામીણ પ્રજાને આ બાબતની જાણ ન હોવાને કારણે બેન્કના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હતો.

તેમજ 17મી માર્ચથી જનરલ ઈન્શ્યુરન્સ અને 18મી માર્ચે જીવન વીમા કર્મચારીઓ પણ હડતાળ ઉપર ઉતરવાનો છે. આમ, દાહોદ જિલ્લામાં પણ બેન્ક

હડતાળના ભાગરૂપે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. અને લોકોનો નાણાંકીય વ્યવહાર પણ ખોરવાયો હતો. બેન્ક કર્મચારીઓએ આ પહેલા જ

હડતાળનું અલ્ટીમેટમ સરકારને આપી દીધુ હતુ. તેના ભાગ રૂપે કોરોના કાળમાં નો પ્રાઇવેટાઈજેશન લખેલા માસ્ક પહેરીને ફરજ બજાવી અનોખો વિરોધ કર્યો

હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: