હજયાત્રા મોંઘી: સઉદી અરબ વીઝા ફીસના નામે 300 રીયાલ વસૂલશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
- ટેકઓફના 72 કલાક પહેલાં આરટી – પીસીઆર ટેસ્ટ ફરજિયાત
- યાત્રા રદ કરતાં રૂપિયા આપવા પડશે : 18થી 65 વર્ષના લોકોને જ પરવાનગી
કોરોનાને કારણે હજ (2021)થી પહેલાં સાઉદી અરબમાં ક્વોરન્ટાઇન થવું પડશે. ટેકઓફથી 72 કલાક પહેલાં દર હજયાત્રીએ આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાવવો પડશે. આ વખતે સઉદી અરબ વીસા ફીસના નામે હજયાત્રીઓથી 300 રીયાલની વસુલાત કરશે. વેટ પણ વદારીને 5થી 15 ટકા કરી દેવાયો છે. મુંબઇથી જનારા દરેક હજયાત્રીને 3,61,927 રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ વર્ષે હજ યાત્રાની અવધિ પણ કોરોનાને કારણે ઓછી કરીને 35થી 45દિવસના સ્થાને 30થી 35 દિવસની કરી દેવાઇ છે. કોરોનાને કારણે મુસાફરોને ઘણા નીતિ-નિયમો સાથે હજ અદા કરવી પડશે. સઉદી અરબ સરકારે મક્કા-મદીનામાં પરિવહન અને રહેવાની વ્યવસ્થાઓમાં પણ ઘણો ફેરફાર કર્યો છે.
ભૂતકાળ કરતાં આ વ્યવસ્થાઓ પણ 25થી 40ટકા સુધી મોંઘી થઇ ગઇ છે. આ વર્ષે હજ યાત્રા માટે સિલેક્ટ થનાર કોઇ યાત્રી અરજી કેન્સલ કરાવશે તે તેને રૂપિયા આપવા પડશે. 31 માર્ચ સુધીના સમયમાં 1 હજાર જ્યારે 30 એપ્રિલ સુધી પાંચ હજાર રૂપિયા અને ટેકઓફના દિવસે મુસાફરી રદ કરનાર પાસેથી 25 હજાર રૂપિયા વસુલ કરાશે. આ ઉપરાંત હજયાત્રા ગાઇડ લાઇનમાં પણ પરિવર્તનને કારણે માત્ર 18થી 65 વર્ષ સુધીના લોકો જ હજ કરી શકશે. 65 વર્ષથી વધુ અને ગર્ભવતિ મહિલાઓને હજ કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હજયાત્રીઓનો ક્વોટા પણ ઓછો કરી દેવાયો છે. http://gov.in ઉપર હજ સબંધિ વધુ જાણકારી મળી શકે તેમ છે.
પ્રોસેસિંગ ફીના રૂા.300 આપવા પડશે
સઉદી અરબ પ્રથમ વખત હજયાત્રીયોથી ફી વસુલીના નામે 300 રિયાલ લેશે. ભારતીય મુદ્રામાં તે 6 હજાર રૂપિયાથી થોડા વધુ રૂપિયા રહેશે. આ સાથે હજ કમેટી ઓફ ઇન્ડીયાને પ્રોસેસિંગ ફીના રૂા.300 આપવા પડશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed