સ્વૈચ્છિક લોકડાઉન: દાહોદમાં ત્રિદિવસીય લોકડાઉનના પ્રથમ દિવસે બજારો સ્વયંભૂ બંધ, વાહનોની અવર જવરને કારણે ટ્રાફિકના દૃશ્યો સર્જાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • મુખ્યમંત્રીએ લોકડાઉનને નકારી કાઢ્યુ, પણ કલેક્ટરે સફળ બનાવવા આપીલ કરી પાલિકા પ્રમુખે સમર્થનને આવકાર્યુ પરંતુ લોકડાઉન લંબાવવા મામલે ચુપકીદી સાધી

દાહોદ શહેર તથા જિલ્લામાં કોરોનાએ માઝા મુકી છે. જેથી દાહોદ શહેરના વેપારીઓએ આજથી ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી. તે પ્રમાણે દાહોદ શહેરના તમામ વેપારીઓએ પ્રથમ દિવસે બંધ પાળ્યું છે. જોકે, રસ્તાઓ પર ટ્રાફિક ધમધમતો જ રહ્યો છે. આગામી બે દિવસમાં બજારો સંપૂર્ણ બંધ રહેશે તો તેનો લાભ થઇ શકે તેમ છે.

દાહોદ જિલ્લામાં કોરોના હવે કાબુમાં નથી અને તંત્ર પણ હવે આડકતરી રીતે સ્વીકારી રહ્યુ છે. કોરોનાને કારણે મૃત્યુ આંક પણ વધી ગયો છે અને સૈાથી મોટી ચિંતા આ બાબતની જ છે. વિટંબણા એ પણ છે કે કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો હોય, ત્યારે દવાખાનાઓ હાઉસફુલ છે તેમજ રેમડિસિવર જેવા ઇન્જેક્શનની પણ અછત છે. ટેસ્ટીંગ કીટ પણ છાશવારે ખુટી પડે છે ત્યારે હવે કોરોનાને રોકવા માટે તેની ચેઇન તોડવી જરુરી છે.

રવિવારે બંધ રાખવા કલેક્ટરે પહેલેથી જાહેરનામુ બહાર પાડ્યું

જેથી દાહોદ નગર પાલિકાએ વેપારીઓને આપીલ કરી હતી અને ગત મંગળવારથી લેકડાઉન કરવા આહ્વાન કર્યુ હતુ પરંતુ તેને સમર્થન મળ્યુ ન હતુ. જોકે, શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસનુ લોકડાઉન કરવા માટે સર્વ સંમત્તિ સધાઇ હતી. જેથી શુક્રવાર તારીખ 23 એપ્રિલના રોજ સવારથી જ દાહોદના તમામ બજારો બંઘ રહ્યા હતા. વેપારીઓએ સ્વયંભૂ જ વેપાર ધંધા બંધ રાખ્યા હતા પરિણામે પ્રથમ દિવસે લોકડાઉન સફળ રહ્યુ હતુ. બજારો બંધ રહ્યા હતા પરંતુ રસ્તા પર ટ્રાફિક ધમધમતો જ રહ્યો હતો. ત્યારે વાહનોની અવર જવરને કારણે શહેર સદંતર સૂમસામ ન હતુ. જોકે, રવિવારે તો કલેક્ટરે જ પહેલેથી જ બંધ રાખવા જાહેરનામુ બહાર પાડેલુ છે ત્યારે જો ત્રણ દિવસ સળંગ જડબેસલાખ બંધ રહેશે તો થોડો ઘણો ફાયદો થશે તે નિશ્ચિત છે.

દાહોદ પાલિકાના પ્રમુખ રીના પંચાલે જણાવ્યુ હતુ કે, શહેરીજનો અને વેપારીઓએ અપીલને સમર્થન આપ્યુ છે તેનાથી લાભ થશે અને સૈ સાથે મળીને કોરોના સામેનો જંગ લડી રહ્યા છો. જોકે, લોકડાઉને લંબાવવા મામલે તેઓએ સ્પષ્ટ આભિપ્રાય આપ્યો ન હતો. દાહોદની મુલાકાત વેળાએ મુખ્યમંત્રીએ લોકડાઉનનો છેદ જ ઉડાવી દીધો હતો ત્યારે દાહોદના કલેક્ટરે સ્વૈચ્છિક લોકડાઉનને સફળ બનાવવા જાહેર આપીલ કરી છે ત્યારે તેના પરથી જ શહેર જિલ્લાની સાચી સ્થિતિનો કયાસ નીકળી શકે તેમ છે.આમ સ્વજાગૃત્તિ જ હવે સ્વબચાવનુ સાધન છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: