સ્વૈચ્છિક લોકડાઉન: કોરોના વકરતાં ફતેપુરા અને ઝાલોદ તાલુકામાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરાઇ, સવાર-સાંજ માત્ર દુધ અને દવાની દુકાનો ચાલુ રહેશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
- ફતેપુરા તાલુકમાં 24, 25 અને 26 તારીખે સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય કરાયો ઝાલોદ તાાલુકામાં પણ 25,26 અને 27 તારીખે સંપૂર્ણ લોકડાઉન
દાહોદ જિલ્લામાં કોરોના હવે બેકાબુ છે. જેથી હવે ગ્રામ્ય વિસ્તારોમા પણ ભય ફેલાયો હોવાથી જનતા સ્વયંભૂ લોકડાઉનનો વિકલ્પ સ્વીકારી રહી હોય તેમ લાાગી રહ્યુ છે. તે પ્રમાણે ઝાલોદ અને ફતેપુરા તાાલુકામાં પણ ત્રણ ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરાવામાં આવી છે. આ દિવસો દરમિયાન આવશ્યક સેવા સિવાય તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે કોરોના વકરી ગયો છે. કોરોનાની પ્રથમ લહેર વેળાએ ગામડાઓમાં નહિવત કેસ નોંધાતા હતા. જ્યારે આ વખતે ગામડાઓમાં ઘેર ઘેર કોરોનાના ખાટલા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાને કારણે મૃ્ત્યુ પણ મોટી સંખ્યામાં થઇ રહ્યા છે ત્યારે લગ્નસરાને કારણે કોરોના સંક્રમણ વધ્યુ હોવાનો મત પ્રવર્તિ રહ્યો છે.
સમગ્ર તાલુકાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન
દાહોદ શહેરમાં હાલ ત્રણ દિવસનુ લોકડાઉન છે. ત્યારે હવે અન્ય તાલુકાઓમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન માટે જનતા જ પહેલ કરી રહી છે. ફતેપુરા તાલુકામાં પણ વેપારીઓ સાથે એસડીએમ અને મામલતદારની બેઠક યોજાઇ હતી. જેમા સર્વાનુમતે ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. તે પ્રમાણે તારીખ 24, 25 અને 26 એપ્રિલ ફતેપુરા તાલુકામાં સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. સવાર અને સાંજે માત્ર દુધ મળશે તેમજ દવાની દુકાનો ચાલુ રહેશે.
તેવી જ રીતે ઝાલોદ તાલુકામાં પણ ત્રણ દિવસનું લોકડાઉન કરવાનું નક્કી કરાયુ છે. તે પ્રમાણે આ તાલુકામાં તારીખ 25, 26 અને 27 એપ્રિલના રોજ લોકડાઉન કરવામાં આવશે. આ ત્રણ દિવસ લીમડી અને ઝાલોદ વિસ્તારના તમામ ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉનનુ પાલન કરવા સુચના આપી દેવામાં આવી છે. એસડીએમે પણ જણાવ્યુ છે કે, બેઠકો કર્યા પછી ફતેપુરા તાલુકામાં 24, 25 અને 26 તેમજ ઝાલોદ તાકામાં 25, 26 અને 27 તારીખે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed