સ્વાગત: રાજસ્થાનથી પર્યાવરણ-સૈનિકોના સન્માન માટે નીકળેલા યુવાનનું દાહોદમાં આગમન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

આરામદાયક રીતે હંકારાય તેવી સાઇકલ લઇને ભારતભ્રમણે નીકળેલો યુવાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

  • સૂતા સૂતા ચલાવાય તેવી સાઇકલ પોતે બનાવી, અત્યાર સુધીમાં આશરે 3000 કિમી અંતર કાપ્યું

રાજસ્થાનના ચુરુ શહેરથી આરંભી ભારતની સાયકલ યાત્રાએ નીકળેલા યુવાને દાહોદમાંથી નીકળતા લોકોને સૈનિકોનું સન્માન જાળવવા સાથે શહીદ ભગતસિંગની સ્મૃતિ જાળવવા અનુરોધ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ચુરુ શહેરના મુરલીધર પરિહાર નામે યુવાને સામાન્ય સાયકલમા પોતે, પોતાની રીતે નવી ડિઝાઇન બનાવીને સુતા સુતા આરામદાયક રીતે હંકારી શકાય તેવી સાયકલ ઉપર તિરંગા સાથે તા.27-10-2020 ના રોજ યાત્રા આરંભીને અત્યાર સુધીમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ, પંજાબ હરિયાણા, મધ્યપ્રદેશથી અત્યાર સુધીમાં આશરે 3000 કિલોમીટર અંતર કાપ્યા બાદ હવે ગુજરાતમાં એન્ટ્રી કરી છે.

ત્યારે ગુજરાતના પ્રથમ શહેર દાહોદમાં આગમન ટાણે જણાવ્યું હતું કે પર્યાવરણના જતન સાથે સૈનિકોનું સન્માન જાળવો અને સાથે જ તેમને લોકોને શહીદ ભગતસિંગની સ્મૃતિ હંમેશા હૃદયસ્થ રાખવા પણ અનુરોધ કર્યો હતો. માત્ર 22 વર્ષીય અને બી.એ. સુધીનો અભ્યાસ કરી ચૂકેલા મુરલીધર, કોરોનાના સમયની નવરાશનો ઉપયોગ કરી લોકોને પર્યાવરણ સંદર્ભી જાગૃતિ કાજે સંદેશ લઈને નીકળ્યા છે. તેમના કહેવા મુજબ વિદેશોમાં આવી સાયકલ ખુબ મોંઘી મળે છે ત્યારે તેમની ડિઝાઇન ઉપરથી પ્રેરિત થઈને ચુરુમાં જ આ સાયકલ બનાવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેબ્રુઆરી માસમાં મુરલીધર પરિહાર, જયપુરથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા સંપન્ન કરી ચુક્યા છે. તેઓ ભારતના તમામ 28 રાજ્યો સહિત 9 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સાયકલ દ્વારા પોતાના પ્રિય ક્રાંતિકારી નેતા ભગતસિંહ સાથે દેશના સૈનિકોનું સન્માન જળવાય અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટેનો સંદેશ ફેલાવ્યા બાદ અંતે કેદારનાથમાં પોતાની સાયકલ યાત્રાનો અંત લાવશે.






Related News

Comments are Closed

%d bloggers like this: