સ્વાઈન ફલૂના વધુ 2 પોઝિટિવ કેસો નોંધાયા

શહેરમાં ધીમે ધીમે પ્રસરી રહેલી ઠંડીના કારણે સ્વાઈન ફલૂના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. બુધવારે વડોદરા…

  • Dahod - સ્વાઈન ફલૂના વધુ 2 પોઝિટિવ કેસો નોંધાયા

    શહેરમાં ધીમે ધીમે પ્રસરી રહેલી ઠંડીના કારણે સ્વાઈન ફલૂના દર્દીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. બુધવારે વડોદરા શહેરમાં વધુ 2 અને જિલ્લામાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સાથે વડોદરા શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ દર્દીઓની સંખ્યા 69 પર પહોંચી છે.

    બુધવારે ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા બે દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વડોદરા જિલ્લામાં આ વર્ષે અત્યારસુધી માત્ર 23 પોઝિટિવ કેસો નોંધાયા છે. સ્વાઈન ફલૂના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં હાલમાં સારવાર મેળવી રહેલ દાહોદની 55 વર્ષીય મહિલા, અંકલેશ્વરની 20 વર્ષીય મહિલા, ખેડાનું 4 વર્ષીય બાળક અને વડોદરાના ત્રણ લોકોનો સમાવેશ થાય છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: