સ્માર્ટ સીટી ક્યારે બનશે: ​​​​​​​દાહોદ સ્માાર્ટ સીટી રેન્કીંગમાં 41મા ક્રમે આવતાં ગુજરાતની અન્ય સ્માર્ટસીટીઓની સરખામણીએ નબળી કામગીરી

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • સુરત પ્રથમ નંબરે,અમદાવાદ,વડોદરા,રાજકોટમાં થતી આયોજનબદ્ધ કામગીરીને કારણે દેખાવ સારો વિશાળ મહાનગરો મોખરે પણ 6 કીમીની ત્રિજ્યામાં વસેલુ દાહોદ સ્માર્ટસીટીના નામે બદસુરત થયુ

કેન્દ્ર સરકારે દેશના 100 શહેરોનો સમાવેશ સ્માર્ટસીટી પ્રોજેક્ટમાં કર્યો છે.તેમાં દાહોદની પસંદગી પણ થયેલી છે.જ્યારે આ જાહેરાત થઇ ત્યારે દાહોદવાસીઓની છાતી ગજ ગજ ફુલતી હતી પરંતુ હાલ સુધી પરિણામલક્ષી કશુંએ દેખાતુ નથી.હાલમાં સ્માર્ટસીટીના કરોડોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે હાલમાં જ થયેલા સર્વેક્ષણમાં દાહોદનો સ્માર્ટ સીટી રેન્કીંગમાં 41 મા ક્રમે હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે. સ્માર્ટસીટીના પ્રથમ 100 શહેરોની યાદીમાં એક માત્ર દાહોદ શહેર એવુ છે કે મહાનગર પાલિકામાં સમાવિષ્ટ નથી.ત્યારે એમ કહેવાાતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમી દ્રષ્ટિ દાહોદ પર હોવાને કારણે પસંદગી થઇ છે અને તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.કારણ કે સંઘર્ષ કાળમાં આ મુઠ્ઠી ઉંચેરા માાનવીએ કેટલીયે કાળી રાતો દાહોદમાં વીતાવી હોવાનું તેમના દ્રારા જ જાહેર થયેલુ છે.

દાહોદમાં સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે પરંતુ તેમાં સંકલનનો સદંતર અભાવ હોવા છતાં જવાબદારોની આંખો સંશોધનિય કારણોોસર ઉઘડતી નથી.ખાડે ગયેલા વહીવટને કારણે જ શહેર આખુ ખાડામાં ગયુ છે ત્યારે હજી એકેય મોટો વરસાદ થયો નથી તેમ છતાં ઝરમરિયામાં જ કાદવ કીચડને કારણે શહેરીજનોને રસ્તેથી નાકળતાં આંખે પાણી આવી ગયા હતા.પાાલિકાના ચીફ ઓફિસર બિન્દાસ્ત જણાવે કે સ્માર્ટ સીટીના કામો પર અમારું કોઇ નિયંત્રણ નથી તે કલેક્ટરના તાબામાં કામ થાય પરંતુ શહેરીજનોને વિટંબણા થાય તેનું નિવારણ કઇ રીતે કરવુ તે પાલિકાના અધિકારીની કે પદાધિકારીઓની જવાાબદારી નથી.

સ્માર્ટસીટીના સોનેરી સપના વચ્ચે કેટલીયે સમસ્યાઓમાં શહેરીજનો સબડી રહ્યા છે તેમ છતાં સોશ્યલ મિડીયા પૂરતાં શૂરવીરો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અથવા તો નપાણીયા સાબિત થઇ રહ્યા છે.કારણ કે જે સ્માર્ટસીટીમાં 24 કલાક શુધ્ધ પાણીની જોગવાઇ છે તે શહેરમાં પાલિકા બે દિવસે પણ છતાં પાણીએ પાણી પહોંચાડી શક્તી નથી.રસ્તાઓ, પેચીંગ, ભુગર્ભ ગટરના ઢાંકણા કે પાણીના નિકાલની કામગીરી ઓઢેધડ થઇ રહી છે.રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા પણ હવે સાંઢ જેવી જ બિહામણી થઇ ગઇ છે પરંતુ પાલિકાએ જાણે પશુઓ શહેરીજનોને પાળવા આપ્યા હોય તેમ લાગી રહ્યુ છે.

આટલી વિકરાળ પરિસ્થિતિમાં પણ દાહોદનો નાગરિક હજીએ આશાવાદી છે કે જ્યારે સ્માર્ટ સીટી બની જશે ત્યારે સૌ સારા વાના થશે પરંતુ હાલમાં જ જાહેર થયેલા રેન્કીંગમાં સ્માર્ટસીટી દાહોદ 41માં ક્રમે હોવાની સત્તાવાર જાણકારી મળી છે.વડોદરા 20 ક્રમે છે અને રાજકોટ, અમદાવાદનો દેખાવ સારો છે ત્યારે સુરતે તો શહેરની સુરત જ બદલી નાખતા પ્રથમ ક્રમે આવ્યુ છે.આમ કિલોમીટરોમાં વિસ્તરેલા મહાનગરોમાં આયોજનબદ્ધ કામ થતા હોવાનો આ પુરાવો છે ત્યારે માત્ર 6 કિલોમીટરની ત્રિજ્યામાં વસેલા દાહોદ શહેર અણઘ઼ૃડ આયોજનને કારણે બદસુરત થઇ ગયુ છે.

નવા કલેક્ટર આ પહેલાં હોદ્દાની રુએ દાહોદ સ્માર્ટ સીટી કંપનીના સીઇઓ હતા હવે તેઓ જ ચેરમેન છે ત્યારે દાહોદવાસીઓને આશાનું વધુ એક કિરણ દેખાયુ છે.કારણ કે હવે દાહોદમાં જ રહીને ચેરમેન તરીકે તેઓની સીધી નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: