સ્માર્ટ સિટીની સમસ્યા: દાહોદમાં ચાર દિવસથી પીવાના પાણીની અને વીજળીની સમસ્યાથી શહેરીજનો પરેશાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- અધિકારીઓ ફોન ના ઉપાડતા હોવાની ફરિયાદ
દાહોદ શહેરમાં તાઉ તે વાવાઝોડુ જાણે વિવિધ સમસ્યાઓ લઇને આવ્યુ હોય તેમ લાગી રહ્યુ છે.કારણ કે શહેરમાં પાણીના પોકારો પડી રહ્યા છે.બીજી તરફ સામાન્ય વરસાદમાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ડુલ થઇ જતાં શહેરીજનોએ અંધાર પટ વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે સ્માર્ટ સીટીના સપના વચ્ચે શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ જ સુપેરે મળી રહે તેવુ આયોજન કરવુ જનહિતમાં છે.
દાહોદ શહેરનો સમાવેશ સ્માર્ટ સીટીમાં કરવામાં આવ્યો છે.ત્યારે તેની વિભાવનામાં શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી, 24 કલાક વીજ પુરવઠો,સુદ્રઢ ગટર વ્યવસ્થા, ડોર ટુ ડોર કચરા કલેક્શન, પાર્કિંગ,રસ્તા વિગેરે સુવિધાઓ આપવાનો સમાવેશ થાય છે.ત્યારે દાહોદ શહેરનો સમાવેશ છેલ્લા 4 વર્ષથી સ્માર્ટ સીટીમાં કરાયો છે ત્યારે આ પૈકી કેટલી અને કેવી સુવિધાઓ શહેરીજનોને મળે છે તેનાથી દાહોદવાસીઓ સુવિદિત છે.
દાહોદ શહેરમાં તાઉ તે વાવાઝોડા સાથે સમસ્યાઓ આવી છે.કારણ કે ટેકનીકલ ખામીઓને લીધે શહેરના વોર્ડ નં 1 માં છેલ્લા 4 દિવસથી પીવાનું પાણી મળ્યુ નથી.કડાણા યોજનામાંથી પાણી પુરવઠો ન મળતાં પાટાડુંગરી માંથી આવતો જથ્થો પણ ઉપયોગમાં લેવાતાં શહેરમાં આંતરે દિવસે આપાતુ પાણી હાલમાં એક દિવસ મોડું આપવામાં આવી રહ્યુ છે.શહેરના વોર્ડ નં 9માં પણ પીવાનું પાણી મળતું નથી ત્યારે આ બાબતે પાલિકાના પાણી પુરવઠા ઇજનેર અને ચીફ ઓફિસરે ફોન સુધ્ધાં ઉપાડવાની તસ્દી ન લેતાં પાલિકાના પદાધિકારીઓનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.રમજાન માસમાં પણ છ દિવસ સુધી વોર્ડ નં 1માં પીવાનું પાણી ન મળ્યુ હતુ.
બીજી તરફ તંત્ર શહેરીજનોને ધોળે દિવસે સ્માર્ટ સીટીના સપના બતાવી રહ્યુ છે ત્યારે શહેરના ચાકલીયા રોડ,ગોવિંદ નગર,પંકજ સોસાયટી,આદિવાસી સોસાાયટી,નહેરુ સોસાયટી,પોલીસ લાઇન,મંડાવ રોડ જેવા વિસ્તારોમાં સહેજ અમી છાંટણા થતાં જ વીજળી વર્ષોથી ડુલ થઇ જાય છે.વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા હાલમાં પણ યથાવત રહી છે.કારણ કે હાલમાં તાઉ તે વાવાઝોડાની અસર ટાંણે હળવા પવનો અને ઝરમરિયા થતાં જ આ વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.ત્યારે વીજ કંપની આ વિસ્તારમાં ચોમાસામાં નિયમિત રીતે સર્જાતા ફોલ્ટને શોધી કાઢી તેનું કાયમી નિરાકરણ કરે તે ઇચ્છનિય છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed