સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પાલિકાની ગત ટર્મના 17 પૈકી માત્ર 5 ઉમેદવારોને ટિકિટ મળી, કોંગ્રેસમાંથી આવેલ 2ને ટિકિટ મળી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર
- દાહોદ ભાજપના ઉમેદવારોની સૂચિમાં ‘કહીં ખુશી, કહીં ગમ’ના દૃશ્યો સર્જાયા
દાહોદ નગર પાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની સૂચિ ગુરુવારે પ્રકાશિત થતા જ ‘કહીં ખુશી, કહીં ગમ’ના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ તરફથી દાવેદારી કરી ચુકેલા 161 લોકો પૈકી જે 36 ના નામ અંતિમ સૂચિમાં જાહેર થયા હતા. તે સિવાયના 125 લોકો પૈકી મહત્તમ લોકોએ ચુપકીદી સાધી પક્ષના નિર્ણયને શિરોમાન્ય રાખ્યો હતો પરંતુ, કેટલાંકે વર્ષો સુધી પક્ષ માટે પોતે કરેલી મહેનતનું ફળ નહીં મળતા બળવો કરી અન્ય પક્ષ કે અપક્ષ તરીકે ઝંપલાવવાની ચળવળનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
દાહોદ નગર પાલિકાની 9 વોર્ડની ભાજપની સૂચિ ગુરુવારની મોડી સાંજે પ્રકાશિત કરવામાં આવી હતી. સૂચિમાં પોતાનું નામ નહીં હોઈ અનેક લોકોની આંખમાં ઝળઝળિયાં આવી ગયા હતા તો અમુકે મર્યાદા તોડી પક્ષથી છેડો ફાડી ખુલ્લેઆમ અપક્ષ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની મક્કમતા દર્શાવી હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. જોકે, તેની સામે ભાજપે પણ ડેમેજ કંટ્રોલ માટેની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ હતું.
ભાજપ તરફથી જાહેર થયેલ સૂચિમાંદર્શાવેલ ઉમેદવારો
વોર્ડ નં 1 |
લખન રાજગોર (સામાન્ય) |
માસુમાબેન ગરબાડાવાલા(સામાન્ય) |
પ્રીતિબેન સોલંકી(સામાન્ય) |
સુઝાન કિશોરી (એસ.ટી.) |
વોર્ડ નં 2 |
રાજેશ સહેતાઈ(સામાન્ય) |
ફાતેમા કપૂર ((સામાન્ય) |
રંજનબેન રાજહંસ (સામાન્ય) |
હિમાંશુ બબેરીયા (એસ.ટી.) |
વોર્ડ નં 3 |
કિંચિત દેસાઈ(સામાન્ય) |
વીણાબેન પલાસ (સામાન્ય) |
અલીઅસગ઼ર ચુનાવાલા (સામાન્ય) |
સેવંતાબેન ડામોર (એસ.ટી.) |
વોર્ડ નં 4 |
તુલસી જેઠવાણી (સામાન્ય) |
રીનાબેન પંચાલ (સામાન્ય) |
ભાવનાબેન વ્યાસ (સામાન્ય) |
રાકેશ નાગોરી (એસ.સી.) |
વોર્ડ નં 5 |
અબ્દી ચલ્લાવાલા (સામાન્ય) |
બીજલ ભરવાડ (સામાન્ય) |
પ્રેમિલાબેન ક્ષત્રિય (સામાન્ય) |
કિંજલબેન પરમાર (એસ.ટી.) |
વોર્ડ નં 6 |
નીરજ (ગોપી) દેસાઈ (સામાન્ય) |
એહમદ ચાંદ (સામાન્ય) |
જેનબ લીમડીવાલા (સામાન્ય) |
અશ્વતબેન દલાલ (ઓ.બી.સી.) |
વોર્ડ નં 7 |
નૃપેન્દ્ર દોશી (સામાન્ય) |
લલિત પ્રજાપતિ (ઓ.બી.સી.) |
શ્રદ્ધાબેન ભડંગ ((સામાન્ય) |
હંસાબેન મોહનીયા (એસ.ટી.) |
વોર્ડ નં 8 |
વાસિફ મૌલવી (સામાન્ય) |
અખ્તર સાઝી (ઓ.બી.સી.) |
અરવા બાગબાન (સામાન્ય) |
નિસરીન મન્સુરી(સામાન્ય) |
વોર્ડ નં 9 |
દિપેશ લાલપુરવાલા(સામાન્ય) |
સંતોષબેન ખંડેલવાલ (સામાન્ય) |
યોગેશ સંગાડીયા (એસ.ટી.) |
ચંદ્રકાંતાબેન ધાનકા (એસ.સી.) |
ભાજપની બેઠક ઉપર પ્રથમ વારચૂંટણી લડતા નવા ચહેરા
વોર્ડ નં. 1 |
સુજાનકુમાર કિશોરી |
વોર્ડ નં. 2 |
હિમાંશુ બબેરિયા |
ફાતેમા કપુર |
રંજનબેન રાજહંસ |
વોર્ડ નં. 3 |
અલીઅઝગર ચુનાવાલા |
કિંચીત દેસાઇ |
સેવંતાબેન ડામોર |
વોર્ડ નં. 4 |
તુલસી જેઠવાણી |
વોર્ડ નં. 5 |
અબ્દી ચલ્લા |
બિજલ ભરવાડ |
પ્રેમિલા ક્ષત્રિય |
કિંજલબેન પરમાર |
વોર્ડ નં. 6 |
અહેમદ ચાંદ |
ઝેનબ લીમડીવાલા |
અસવતબેન દલાલ |
વોર્ડ નં. 7 |
લલીત પ્રજાપતિ |
શ્રદ્ધાબેન ભડંગ |
હંસાબેન મોહનિયા |
વોર્ડ નં. 8 |
વાસીફ પઠાણ |
અખ્તર સાજી |
અરવા બાગબાન |
નસરીન મન્સુરી |
વોર્ડ નં. 9 |
દીપેશ લાલપુરવાલા |
યોગેશકુમાર સંગાડિયા |
સંતોષબેન ખંડેલવાલ |
ચંદ્રકાન્તાબેન ધાનકા |
ગત ટર્મના કોની ટિકિટ કપાઈ ?
ગત ટર્મના 23 વિજેતાઓ પૈકી અભિષેક મેડા, પ્રશાંત દેસાઈ, ગુલશન બચાની, કુણાલ બામણીયા, સંયુક્તાબેન મોદી અને સલમાબેન આંબાવાલા સિવાયના 17 કાઉન્સિલરોએ આ વખતે પણ પુન: દાવેદારી નોંધાવી હતી. જે પૈકી 12 લોકોની દાવેદારી, ઉમેદવારીમાં પરિણમવામાં નિષ્ફળ રહી હતી. ગત ટર્મના માત્ર પાંચ જ લોકોને ટીકીટ મળતા બાકીના અરવિંદ ચોપડા, કાઇદ ચુનાવાલા, વિનોદ રાજગોર, રાજુ પરમાર, બિરજુ ભગત, યુસુફ રાણાપુરવાલા, મુકેશ ખંડેલવાલ, લતાબેન સોલંકી, કલ્પનાબેન ભગત, રમીલાબેન બારિયા, કલાવતીબેન પરમાર, પુષ્પાબેન ઠાકુર વગેરે 12 લોકોને નિરાશા સાંપડી હતી.
જાહેર થયેલામાંથી કોના છેડા ક્યાં અડે છે
ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા સંતોષબેન ગત ટર્મના કાઉ. મુકેશ ખંડેલવાલના પત્ની છે. તો કિંજલબેન પરમાર ગત ટર્મના કાઉ. કલાવતીબેન પરમારના પુત્રવધુ છે. રાજેશ સહેતાઇ પૂર્વ પાલિકા પ્રમુખ છે. શ્રદ્ધા ભડંગ પૂર્વ પ્રમુખ નલીનકાંત મોઢીયાના પૂત્રી છે. અલીઅસગર ચુનાવાલા પૂર્વ કાઉ. કાઇદ ચુનાવાલાના કાકાના દીકરા છે. ભાવનાબેન વ્યાસ રીપીટ કરાયા છે પરંતુ તેઓ ભાજપ પ્રમુખ મનોજ વ્યાસના પત્ની છે. પ્રીતીબેન સોલંકી રીપીટ કરાયા છે પરંતુ શહેર ભાજપ મંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકીના પત્ની છે. રીનાબેન પંચાલ રીપીટ છે પરંતુ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ધમુ પંચાલના પત્ની છે.
યુવાનોને વધુ ફાળવણીથી યુવાવર્ગમાં ખુશાલી
દાહોદ શહેરના તમામ વોર્ડમાંથી મોટાભાગે યુવાવર્ગને ટીકીટ ફાળવવામાં આવી હોઈ શહેરના યુવાન-યુવતીઓમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. ઉચ્ચ અભ્યાસના ભાથા સાથે આધુનિક ટેકનોલોજીથી માહિતગાર યુવાનો પોતાની આગવી દ્રષ્ટિથી શહેરના વિકાસમાં વધુ સારું પ્રદાન કરી શકશે તેવી પણ આશા જન્મી છે.
કોંગ્રસમાંથી આવેલ બેને ટિકિટ મળી
કોંગ્રેસથી છેડો ફાડીના ભાજપમાં ગણતરીના દિવસો પહેલાં જ પ્રવેશ કરનારા કોંગ્રેસમાં ગત ટર્મમાં કાઉન્સિલર રહી ચુકેલા માસુમા ગરબાડાવાલા અને કોંગ્રેસ મહિલા અગ્રણી ચંદ્રકાંતાબેન ધાનકાને પણ વોર્ડ નંબર 1 અને 9માં ટિકિટ આપવામાં આવી છે.
વય કે ટર્મ મર્યાદા, અન્ય કારણોસર કોણ કપાયા
આ વખતે દાવેદારી કરનારા પૈકી જેમના નામ જાહેર નથી થયા તેવા અરવિંદ ચોપડા, કાઇદ ચુનાવાલા, પુષ્પાબેન ઠાકુર, કલાવતીબેન પરમાર, લતાબેન સોલંકી સહિતના અનેક લોકોને વય, ત્રણ ટર્મ કે અન્ય કારણોસર નામ જાહેર નહીં થતા જાણ્યે-અજાણ્યે તેમની રાજકીય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ લાગી જશે કે શું તેવી ચર્ચાઓ પણ શહેરમાં સાંભળવા મળી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed