સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી: દાહોદ નગરપાલિકામાં 2015ના ઉમેદવારોના બદલે તેમના જીવનસાથીઓ ઉમેદવાર બન્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ40 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- મોટાભાગના વોર્ડમાંથી એક જ જ્ઞાતિના વધુ ઉમેદવારો હોઈ પરિણામનો તાગ મળવવો મુશ્કેલ બની ગયો
દાહોદ નગરપાલિકાની આગામી તા.28ના રોજ યોજાનાર ચૂંટણીમાં અનેક વોર્ડમાં 2015માં યોજાયેલ ગત ચૂંટણીના ઉમેદવારોના સ્થાને તેમના જ અંગત સ્વજનોએ જે તે પક્ષની ટિકિટ પામીને ઝંપલાવ્યું છે. ગત ચૂંટણીમાં વોર્ડ નં.1 માં કોંગ્રેસ પક્ષે ખોજેમ નલાવાલાએ ઝંપલાવ્યુ હતું. આ વખતે કોંગ્રેસમાંથી તેમના પત્ની તસનીમ નલાવાલાએ ઝંપલાવ્યું છે. વોર્ડ નં: 3માં ગયા વખતે માનસી દેસાઈએ અપક્ષ ઉમેદવારી કરી હતી. આ વખતે તેમના પતિ કિંચિત દેસાઈ ભાજપના ઉમેદવાર છે. તો વોર્ડ નં.4માં કોંગ્રેસ પક્ષે 2015માં ભાવનાબેન ડામોર હતા. આ વખતે તેમના પતિ વાસુદેવ ડામોર ઉમેદવાર છે. એ જ રીતે વોર્ડ નં.5માં ભાજપ પક્ષે કલાવતીબેન હતા.
આ વખતે તેમના પુત્રવધુ કિંજલબેન પરમાર ઉમેદવાર છે. એ જ રીતે વોર્ડ નં.9 માં ગત ટર્મમાં ભાજપના મુકેશ ખંડેલવાલ હતા ને આ વખતે તેમના પત્ની સંતોષબેન છે. તો આ સાથે પિતા બદલે પુત્ર કે પુત્રી ઉમેદવાર બન્યા હોય તેવા પણ દ્રષ્ટાંતો છે. જેમ કે વોર્ડ નં.7 માં ગત ટર્મમાં ભાજપના ઉમેદવાર નલીનકાંત મોઢિયા હતા ને આ વખતે તેમની પુત્રી શ્રદ્ધા ભડંગ છે. અને આ જ વોર્ડમાં કોંગ્રેસમાંથી ગયા વખતે મહંમદસલીમ કુંજડા હતા તો આ વખતે તેમનો પુત્ર અઝીઝુલહસન કુંજડા છે. વોર્ડ નં.8 માં ગત ટર્મના ભાજપી ઉમેદવાર યુસુફ પઠાણ હતા તો આ વખતે તેમના પુત્ર વાસિફ પઠાણે ભાજપમાંથી ઉમેદવારી કરી છે.
એક જ જ્ઞાતિમાંથી 2 -3 જણે ઝંપલાવતાં મુંઝવણ
દાહોદ પાલિકાની ચૂંટણીમાં નવ વોર્ડમાં ઉમેદવારો, મતદારો સાથે ડોર ટુ ડોર પ્રચાર, પેમ્ફલેટ્સ, બેનરો, રીક્ષામાઈક, સોશિયલ મીડિયાથી પોતાને કે પોતાની પેનલને મત આપવા સમજાવી રહ્યાં છે. જે તે જ્ઞાતિનું બાહુલ્ય ધરાવતા અનેક વોર્ડમાં એક જ જ્ઞાતિમાંથી 2 -3 ઉમેદવારોએ અલગ અલગ પક્ષમાંથી કે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હોઈ મતદારો પણ કોને મત આપવાનો તે મુંઝવણમાં મુકાયા છે અને આ કારણોસર રાજકીય પંડિતોને પણ પરિણામનો વર્તારો પામવાનું અકળ બન્યું છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed