સ્થાનિક સ્વરાજની ચૂંટણી: દાહોદ પાલિકાની ચૂંટણીમાં કોને ટિકિટ મળશે તેની ચર્ચા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર
- ગત વર્ષોમાં કાર્યદક્ષ રહેનાર ઉમેદવારનો ઝોક
પાછોતરી ઠંડીના સમયે દાહોદમાં પાલિકાની ચૂંટણીની ચર્ચાઓથી વાતાવરણ ગરમાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમતેમ દાહોદના જે તે વોર્ડમાંથી, કોને કોને ટિકિટ મળશે તેવી ચર્ચાનું બજાર ગરમાયું છે. દાહોદના 9 વોર્ડમાંથી કુલ 36 બેઠકો માટેની ચૂંટણી આગામી 28 ફેબ્રુ.ના રોજ છે અને તે માટેના ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 6 ફેબ્રુ. છે.
ત્યારે તે અગાઉ જે તે પક્ષના ઉમેદવારોની સૂચિ જાહેર થનાર હોઈ પોતાના નામ ઉમેદવાર તરીકે જાહેર થાય તે માટે જે તે પક્ષના અગ્રણીઓ કે પોતાના ગોડફાધરોને મળીને પોતાનું નામ જ ઉમેદવાર તરીકે જાહેર થાય તેની મથામણ બહુધા લોકોએ આદરી દીધી છે. દાહોદ પાલિકાની 36 બેઠકો માટે ભાજપમાંથી છેલ્લે 161 અને કોંગ્રેસમાંથી 66 લોકોએ દાવેદારી કરી હોવાની માહિતી મળી છે તો આપમાંથી અને અપક્ષ ઉમેદવારી કરવા થનગનતા લોકોનો આંક જોતા આ વખતે પાલિકાની 36 બેઠકો માટે 150થી વધુનો રાફડો ફાટશે તેમ લાગી રહ્યું છે.
પરિચિતને ટિકિટ મળવાની સંભાવના ઓછી દેખાય છે
સંકલન સમિતિની બેઠક બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના વીડિયો મુજબ 60થી વધુ વય ધરાવનાર નેતાના પરિવારજનો કે પક્ષમાં હોદ્દેદાર હશે તેને ટિકિટ મળે તેવી સંભાવના ઓછી છે. ત્યારે દાહોદ પાલિકામાં રજૂ થયેલ દાવેદારો પણ આ સમીકરણો હેઠળ આવતાં દાવેદારોને ટિકિટ અપાશે કે કેમ, નહીં અપાય તો તેઓ પૈકી કોણ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવશે તેવી ચર્ચા ચાલે છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed