સ્થાનિકોમાં આનંદની લાગણી: સુખસર નદીમાં કડાણા – દાહોદ એક્સપ્રેસ લાઇનથી પાણી છોડાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખસર2 કલાક પહેલા

  • કૉપી લિંક
હિંગલાથી સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં કડાણા દાહોદ એક્સપ્રેસ પાણીની પાઇપલાઇન દ્વારા છોડવામાં આવેલ પાણી નજરે પડે છે. - Divya Bhaskar

હિંગલાથી સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં કડાણા દાહોદ એક્સપ્રેસ પાણીની પાઇપલાઇન દ્વારા છોડવામાં આવેલ પાણી નજરે પડે છે.

  • નદીઓ સહિત તળાવોમાં પાણી ભરાય તો જળસ્તર ઉંચા આવે
  • કૂવા-બોરના તળ ઊંચા અાવતાં પીવાના પાણીની સમસ્યા હલ થશે

કડાણા દાહોદ એક્સપ્રેસ લાઈન દ્વારા મારગાળા હિંગલા, સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે તમામ નદી-નાળાઓમાં કડાણા-દાહોદ એક્સપ્રેસ લાઇનમાંથી પાણી છોડવામાં આવે તો કૂવા તથા બોરના તળ ઉંચા આવે અને પીવાના પાણીની સમસ્યા થોડી હલ થઇ શકે તેમ હોઇ અન્ય નદીઓમાં પાણી છોડે તેવી માંગ ઉઠી છે.

હિંગલાથી સુખસર થઈ બલૈયા તરફ જતી નદીમા કડાણા-દાહોદ એક્સપ્રેસ પાણીની લાઈન દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે સુખસર આસપાસ સહિત બલૈયા તરફના અનેક ગામડાઓના લોકોમાં આનંદ જોવા મળે છે. તેમજ નદીમાં પાણી છોડાતા કુવા તથા બોરના તળ ઊંચા આવતા પાણીની આવક થશે. તેના લીધે પશુઓને તથા માણસોને પીવાના પાણીની સમસ્યા થોડી હળવી થાય તેમ જણાય છે. ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામના આગેવાન કિર્તીપાલસિહ દ્વારા ધનકર સહિતના આગેવાનોએ નદીમાં આવેલ પાણીના વધામણા કર્યા હતાં.

પરંતુ તાલુકાની એક નદીમાં પાણી છોડી અમુક ગામડાઓને લાભ આ યોજનાનો આપવામાં આવે ત્યારે અન્ય ગામડાના નદી-નાળાઓને બાકાત કેમ રાખવામા આવે છે તેવા પ્રશ્નો પણ તાલુકાની પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે. ફતેપુરા તાલુકામાં અનેક નદી-નાળાઓ આવેલા છે.

આ તમામ નદી નાળાઓમાં એકવાર સારી રીતે પાણી ભરવામાં આવે તો તાલુકામાં મોટાભાગના ગામડાઓને પીવાના પાણીની સમસ્યા નિવારી શકાય તેમ છે.ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપી તાલુકામાં આવેલ તમામ નદી-નાળાઓમાં કડાણા-દાહોદ એક્સપ્રેસ પાણીની પાઈપલાઈન દ્વારા પાણી છોડવામાં આવે તેવી પ્રજામાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: